Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gauri Vrat 2022:ગૌરીવ્રત ક્યારે છે, શુભ તિથિ અને મુહુર્ત

shiv parvati
, મંગળવાર, 5 જુલાઈ 2022 (14:25 IST)
Gauri Vrat 2022: ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરી વ્રત બુધવાર 9 જુલાઈ 2022 થી શરૂ થશે. 12 જુલાઈએ જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ થશે 
 
ગૌરીવ્રત બાળકીઓ સારા વરની પ્રાપ્તિ માટે કરે છે. સાથો સાથ વ્રત કરવાથી વિદ્યાભ્યાસમાં પણ લાભ થાય છે. શાસ્ત્રો અનુસાર વ્રત દેવી-દેવતાઓના કાળથી ચાલતું આવ્યું છે. ગૌરી વ્રતની પૂર્ણાહુતિ અષાઢ સુદ પૂનમના દિવસે અને જયા-પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ અષાઢ વદ બીજના દિવસે થશે
 
ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે. 
 
ગૌરીવ્રત મોરકત વ્રતના નામથી પણ ઓળખાય છે. આ વ્રતને અષાઢ મહિનામાં 5 દિવસથી વધુ સમય સુધી ઉજવાય છે. ગૌરી વ્રત શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને પાંચ દિવસ પછી ગુરૂ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે. 
 
Gauri Vrat 2022 દિવસ અને સમય 
ગૌરી વ્રત/ જયા પાર્વતી વ્રત તારીખ - 9 જુલાઈ 2022
ગૌરી વ્રત સમાપ્ત - 13 જુલાઈ 2022


ગૌરી વ્રત પ્રારંભ, ભદ્રા, વિંછુડો, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, આડલ યોગ, વિડાલ યોગ
 
એકાદશી તિથિની શરૂઆત સવારે - 04:39  જુલાઈ 09, 2022
એકાદશી તિથિ સમાપ્ત થાય છે રાત્રે - 02:13  જુલાઈ 10, 2022
 
યોગ સિદ્ધ 06:49 એ એમ સુધી કરણ ગર 04:39 પી એમ સુધી
સાધ્ય 04:03 એ એમ, જુલાઇ 10 સુધી વણિજ 03:31 એ એમ, જુલાઇ 10 સુધી
 
ગૌરીવ્રતનુ મહત્વ
આ તહેવાર શુક્લ પક્ષની અગિયારસથી શરૂ થાય છે અને પાંચ દિવસ કે પૂર્ણિમા પછી સમાપ્ત થાય છે. તેને ભારતના અનેક ભાગમાં મોરકત વ્રત પણ કહે છે.
કારણ કે આ તહેવારમાં મીઠુ નથી ખાવામાં આવતુ અને 5 દિવસ મોઢુ મોળુ રાખવુ પડે છે. આ તહેવાર અમદાવાદમાં અગિયારસથી શરૂ થાય છે અને પૂનમના દિવસે સમાપ્ત થાય છે. જ્યારે કે વડોદરામાં આ તહેવાર તેરસથી શરૂ થાય છે. બીજના દિવસે સમાપ્ત થાય છે. યુવતીઓ પોતાના પરિવાર માટે આ વ્રત કરે છે. આ વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે.
 
હિન્દુ કેલેંડર મુજબ આ વ્રત અષાઢ મહિનામાં ઉજવાય છે. અષાઢ એકાદશી (દેવ શયની એકાદશી)થી ગુરૂ પૂર્ણિમા (જેને અષાઢ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે) સુધી આ પાંચ દિવસ ભારતના પશ્ચિમ ભાગમાં વિશેષ રૂપતી ગુજરાતમાં પંચક કે ગૌરી પંચકના રૂપમાં ઉજવાય છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jaya parvati Vrat 2022- જયા પાર્વતી વ્રત - જાણો સંપૂર્ણ વિધિ