આજે એકદંત સંકષ્ટી ચતુર્થી છે. આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા - અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી જ થાય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. ભગવાન ગણેશ પોતાના ભક્તોથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. આવો જાણીએ ગણેશજીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ
ભગવાન ગણેશને દૂર્વા અર્પિત કરો
ભગવાન ગણેશને દુર્વા ઘાસ અતિપ્રિય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમને દુર્વા ઘાસ જરૂર ચઢાવો. જે ભક્ત ભગવાન ગણેશને દુર્વા ઘાસ ચઢાવે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તમે રોજ પણ ભગવાનને દુર્વા અર્પિત કરી શકો છો. જો તમારા કાર્યોમાં વારેઘડીએ વિઘ્ન આવે છે તો ભગવાન ગણેશને દુર્વા જરૂર અર્પણ કરો. આ કરવાથી તમારા કાર્યોમાં આવતા વિઘ્ન દૂર થશે.
ભગવાન ગણેશને સિંદૂર ચઢાવો
ભગવાન ગણેશને ખુશ કરવા માટે તેમને સિંદૂર પણ લગાવો. સિંદૂર લગાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. ભગવાન ગણેશને સિંદૂર લગાવ્યા પછી એ સિંદૂર તમારા કપાળ પર પણ લગાવો. ભગવાન ગણેશને સિંદૂર લગાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તમે દરરોજ પણ ભગવાન ગણેશને સિંદૂર લગાવી શકો છો.
ભગવાન ગણેશને ભોગ લગાવો
ભગવાન ગણેશને લાડુ અને મોદક ખૂબ પસંદ હોય છે. સંકષ્ટ ચોથના દિવસે ભગવાન ગણેશને લાડુ અને મોદકનો ભોગ જરૂર લગાવો. ભગવાનને ભોગ લગાવ્યા પછી પ્રસાદના રૂપમાં લાડુ અને મોદકનુ સેવન કરી લો.