Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

Durga Saptashati Path
, સોમવાર, 31 માર્ચ 2025 (17:41 IST)
Durga Saptashati Path Vidhi And Benefits: દેવી પુરાણમા દુર્ગા સપ્તશતીનો પાઠનુ ખૂબ મહત્વ બતાવ્યુ છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની વિધિપૂર્વક પૂજા કરવાથી સાધક પર મા દુર્ગાની કૃપા કાયમ રહે છે.  શારદીય નવરાત્રીમાં કળશની સ્થાપના કરવામાં આવે છે અને દેવીની પૂજા કરવામાં આવે છે. આ સમય દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો શુભ અને ફળદાયી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં દુર્ગા સપ્તશતીના પાઠની પદ્ધતિ અને ફાયદાઓ વિગતવાર સમજાવવામાં આવ્યા છે. દુર્ગા સપ્તશતીમાં, દેવી દુર્ગાના નવ સ્વરૂપોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અને માતાના મહિમાની સ્તુતિ કરવામાં આવી છે. ચાલો અહીં દુર્ગા સપ્તશતી પાઠના નિયમો અને ફાયદાઓ વિશે જાણીએ.
 
    ચૈત્ર નવરાત્રીમાં આ વિધિથી કરો દુર્ગા સપ્તશતીનો પાઠ  
 
- દુર્ગા સપ્તશતીનો પાઠ હંમેશા સ્નાન પછી સ્વચ્છ  કપડા ધારણ કરીને જ કરો   
- પાઠ શરૂ કરતા પહેલા મા દુર્ગા સામે પહેલા મોઢુ કરીને બેસો અને ચાર વાર આચમન કરો
- ત્યારબાદ ધી નો દિવો પ્રગટાવો અને દુર્ગા સપ્તશતી  પુસ્તક પાટલા પર મુકો 
- દુર્ગા સપ્તશતીનો પાઠ અધૂરો ન છોડો. તમે રોજ એક  અભ્યાસ વાચી શકો છો  
- દુર્ગા સપ્તશતીનો પાઠ શરૂ અને સમાપ્ત કરતા પહેલા  ઓં એં હ્રી ક્લીં ચામુળ્ડાયે વિચ્ચે' મંત્રનો જાપ કરો.  
- આ પાઠને શાંત મનથી અને શુદ્ધ ઉચ્ચારણની સાથે જ કરો 
 
   દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાના લાભ અને મહત્વ 
 
- દુર્ગા સપ્તશતીનો પાઠ નિયમિત કરવાથી ચિંતાઓથી  મુક્તિ મળે છે 
- આ પાઠના દરેક અધ્યાયનો પાઠ કરવાથી જુદા-જુદા ફળની પ્રાપ્તિ થાય છે 
- દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી મા દેવીની કૃપા  પ્રાપ્ત થાય છે. 
- દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. 
- નવરાત્રિમા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી માન-સન્માન  અને સુખ સંપત્તિનો લાભ મળે છે. 
 
દુર્ગા સપ્તશતીનુ મહત્વ 
 
- નવરાત્રીમા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી દેવીની અસીમ  કૃપા પ્રાપ્ત થાય છે અને સાધકના બધા કષ્ટ દૂર થાય છે 
- આ પાઠનુ શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે. 
-  દુર્ગા સપ્તશતીમાં માતાના મહિમાના ગુણગાન છે.  
- આ પાઠમાં 13 અધ્યાય સામેલ છે.  
- આ પાઠને વાંચતા પહેલા કવચ, અર્ગલા અને કીલક  જરૂર વાંચવુ જોઈએ  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી