Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચંદ્રગ્રહણ કેમ અશુભ માનવામાં આવે છે... જાણો આ દરમિયાન શુ ન કરવુ જોઈએ

ચંદ્રગ્રહણ કેમ અશુભ માનવામાં આવે છે... જાણો આ દરમિયાન શુ ન કરવુ જોઈએ
, ગુરુવાર, 26 જુલાઈ 2018 (00:39 IST)
27 જુલાઈએ ચંદ્રગ્રહણ આવી રહ્યુ છે. હિન્દુ ધર્મમાં ચંદ્ર ગ્રહણને અશુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે ગ્રહણ દરમિયાન ભગવાનની આરાધના ન કરવી જોઈએ. અહી સુધી કે આ દરમિયાન લોકોને શુભ કામ કરવાથી પણ રોકવામાં આવે છે.  આ વખતે ચંદ્રગ્રહણ ભારત સહિત યૂરોપના મોટાભાગના વિસ્તારોમાં એશિયા.. ઓસ્ટ્રેલિયા.. આફ્રિકા પૂર્વી દક્ષિણ અમેરિકા, પ્રશાંત, એટલાંટિક હિંદ મહાસાગરના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ રાત્રે 11 કલાકે 53 મિનિટે શરૂ થઈને 3 કલાક 49 મિનિટે પૂરો થશે. ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 55 મિનિટનો હશે. 
 
ચંદ્ર ગ્રહણ કેમ અશુભ માનવામાં આવે છે 
 
એવુ માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણ કુંવારા માટે સારુ નથી હોતુ. કારણ કે સુંદરતાનુ પ્રતીક ચંદ્રમા તો શ્રાપિત છે અને જે પણ કુંવારા છોકરા કે છોકરી તેને જુએ છે તેમના લગ્ન રોકાય જાય છે કે પછી ખૂબ મુશ્કેલીઓ પછી થાય છે. એવુ પણ કહેવાય છે કે આ દરમિયાન કરવામાં આવેલા કામથી માણસને નુકશાન અને અહિત જ થાય છે.  તેથી ચંદ્રગ્રહણ પહેલા અને ગ્રહણ સુધી કોઈપણ સારુ કામ ન કરવુ જોઈએ. 
 
ક્યા ક્યા કામ ન કરવા જોઈએ.. 
 
- હિન્દુ માન્યતા મુજબ ચંદ્ર ગ્રહણના સમયે કંઈ પણ ખાવુ પીવુ ન જોઈએ. 
- ચપ્પુ, કાતર, સોઈ-દોરાનો પ્રયોગ ન કરવો જોઈએ. આ નિયમ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ પર લાગૂ થાય છે. 
- ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવુ જોઈએ. 
- ચંદ્ર ગ્રહણ સમયે માથામા તેલ લગાવવુ, પાણી પીવુ મળ મૂત્રનો ત્યાગ વાળમાં કાંસકો, બ્રશ વગેરે કાર્ય ન કરવા જોઈએ. 
આ દરમિયાન ઊંચા સ્વરમાં મંત્રોનો જાપ કરો... આવુ કરવાથી આસપાસની નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરૂ પૂર્ણિમાના દિવસે આ 8 કામ કરવાથી મળશે વધારે પુણ્ય