Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક મહિના(ધનુર્માસ) સુધી તિથિ મુજબ કરો દાન, મળશે કઠણ તપનુ ફળ

એક મહિના(ધનુર્માસ) સુધી તિથિ મુજબ કરો દાન, મળશે કઠણ તપનુ ફળ
, ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (09:01 IST)
આજે 15 ડિસેમ્બર 2016થી ધનુ(ખર)માસની શરૂઆત થઈ રહી છે અને આ 14 જાન્યુઆરી 2017 સુધી રહેશે. આ દરમિયાન બધુ શુભ કાર્ય વર્જિત રહેશે. જે પરમ ઘામ ગોલોકને મેળવવા માટે ઋષિ કઠણ તપસ્યા કરે છે તે દુર્લભ પદ ધનુ માસમાં સ્નાન, પૂજન, અનુષ્ઠાન અને દાન કરનારાને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. મહિનાની શરૂઆતથી લઈને અંત સુધી તિથિ મુજબ દાન કરવાથી વ્યક્તિને અનેક ગુણા વધુ ફળ પ્રાપ્ત થાય છે. 
 
- એકમના દિવસે ઘી ભરેલુ ચાંદીનુ પાત્ર દાન કરવાથી માનસિક શાંતિ મળે છે. 
- દ્વિતીયાના રોજ કાંસાના પાત્રમાં સોનુ દાન કરવાથી ભંડાર ભરેલા રહે છે. 
- તૃતીયાએ ચણાદાળ દાન કરવાથી સુવર્ણ પ્રાપ્ત થાય છે. 
- ચતુર્થીના રોજ ખારેકનુ દાન કરવાથી લાભ થાય છે. 
- પંચમીના દિવસે ગોળનુ દાન કરવાથી વિલાસિતા મળે છે. 
- ષષ્ટીના દિવસે અષ્ટ ગંધનુ દાન કરવાથી વિકાર દૂર થાય છે. 
- સપ્તમીના દિવસે લાલ ચંદન દાન કરવાથી તેજ વધે છે. 
- અષ્ટમીના દિવસે લાલ ચંદનનુ દાન કરવાથી તેજ વધે છે. 
- અષ્ટમીના રોજ રક્ત ચંદન દાન કરવાથી પરાક્રમ વધે છે. 
- નવમીએ કેસરનું દાનથી ભાગ્યોદય થાય છે. 
- દશમીને કસ્તુરીના દાનથી ભોગ મળે છે. 
- એકાદશીના રોજ ગોરોચનનુ દાન કરવાથી બુદ્ધિમત્તા મળે છે 
- દ્રાદશીના રોજ શંખનુ દાન ફળદાયી હોય છે. 
- તેરસના રોજ ઘંટીનુ દાન કરવાથી પારિવારિક સુખ મળે છે. 
- ચતુર્થીના રોજ મોતીનુ દાન કરવાથી મનોવિકાર દૂર થાય છે. 
- પૂર્ણિમાના રોજ રત્ન દાન કરવાથી અપાર ધન પ્રાપ્ત થાય છે. 
- અમાસના રો સતનાજાનુ દાન કરવાથી પિતૃ શાંત થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાત્રે સૂતી વખતે માથા પાસે ક્યારેય ન મુકવો આ સામાન