नैकं चक्रं परिभ्रमयति।
એક એકલુ પૈંડુ ...
જે રીતે ગાડીમાં બે પૈડાની જરૂર હોય છે અને તેને એક પૈડુ એકલુ પૈડુ ખેંચી શકતુ નથી એ જ રીતે રાજ્ય સંચાલનમાં એક એકલો રાજા કશુ નથી કરી શકતો. તેને પ્રબુદ્ધ, યોગ્ય, ચતુર અને રાજનીતિક વિશારદોની જરૂર પડે છે. તેમની મદદથી જ તે રાજ્યનુ સુચારુ રૂપથી સંચાલન કરી શકે છે.
મનુષ્ય એકલો જન્મ લે છે. શુભ-અશુભ કર્મોને ભોગવે છે. એકલો નરકમાં જાય છે અને એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે. પણ મગધમાં ન તો ચાણક્ય એકલો કશુ કરી શકતો હતો કેન તો ચન્દ્રગુપ્ત. તમે કોઈ વેપારનુ સંચાલન એકલા નથી કરી શકતા. તમારે તમારા સકારાત્મક સુધાર માટે સહાયક શોધવા જોઈએ.