rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budhwar Vrat- બુધવાર વ્રત પૂજા વિધિ

lord ganesh AI
, મંગળવાર, 13 મે 2025 (15:09 IST)
બુધવારની પૂજા માટે, સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો અને પછી ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ કરીને આસન પર બેસો. આ પછી, ભગવાન ગણેશ અને બુધદેવનું ભક્તિભાવથી ધ્યાન કરો. ભગવાન ગણેશને દૂર્વા અને પીળા ફૂલો તેમજ ભગવાન બુધને લીલા વસ્ત્રો અર્પણ કરો. પૂજા દરમિયાન ભગવાન ગણેશ અને બુધદેવના મંત્રો જાપ કરો. અંતે, ભગવાન ગણેશને હલવો અર્પણ કરો અને પછી ભગવાન ગણેશ અને બુધદેવની આરતી ગાઓ. પૂજા પૂર્ણ થયા પછી, ભોગને પ્રસાદ તરીકે બધામાં વહેંચો. સાંજે ફળથી ઉપવાસનુ પારણ કરો.

તમે કોઈપણ મહિનાના શુક્લ પક્ષના બુધવારથી આ વ્રત શરૂ કરી શકો છો. એકવાર તમે સંકલ્પ લઈ લો, પછી તમારે ઓછામાં ઓછા 21 કે 45 બુધવાર સુધી આ વ્રત રાખવું જોઈએ.

બુધવારના વ્રત ની કથા Budhwar Vrat katha


બુધવારના ઉપવાસમાં શું ખાવું
બુધવારના ઉપવાસ કરનાર વ્યક્તિએ ફક્ત એક જ વાર ખોરાક લેવો જોઈએ. આ સમય દરમિયાન તમે દહીં, લીલી મગની દાળનો હલવો અથવા કોઈપણ લીલા રંગની વસ્તુ ખાઈ શકો છો.
 
બુધવારના ઉપવાસમાં શું ન ખાવું
બુધવારના ઉપવાસ કરનાર વ્યક્તિએ મીઠું ન ખાવું જોઈએ. આ ઉપરાંત, પાન ખાવાનું પણ ટાળવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શ્રી ગણેશને પાન ચઢાવવામાં આવે છે.

Edited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા