Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓ ઘરમાં લાવશો તો માતા ભરી દેશો ઝોલી

નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓ ઘરમાં લાવશો તો માતા ભરી દેશો ઝોલી
, બુધવાર, 29 માર્ચ 2017 (11:27 IST)
ચૈત્ર નવરાત્રિ શરૂ છે. નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવસ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વાસ્તુ મુજબ કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવવામાં આવ્યુ છે. જેનો સંબંધ કોઈ વિશેષ દેવી-દેવતા કે દિવસથી ઉજવાય છે. નવરાત્રી દરમિયાન દેવી સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘર-પરિવાર પર દેવીની વિશેષ કૃપા બની રહે છે. 
 
 
કમલ દેવી લક્ષ્મીનું પ્રિય ફુલ છે. નવરાત્રિમાં કમલનુ ફૂલ કે તેની સાથે સંબંધિત ચિત્ર ઘરમાં લાવીને આવવાથી દેવી લક્ષ્મીની કૃપા સદૈવ બની રહે છે. 
 
નવરાત્રિ દરમિયાન ઘરમાં સોના કે ચાંદીના સિક્કા લાવવા શુભ માનવામાં આવે છે. સિક્કા પર માતા લક્ષ્મી કે ભગવાન ગણેશનું ચિત્ર બનેલુ હોય તો વધુ શુભ હોય છે. 
 
ઘરમાં ધન સમૃદ્ધિ લાવવા માટે નવરાત્રિ દરમિયાન દેવી લક્ષ્મીનુ એવુ ચિત્રપટ લાવે જેમા તે કમળ પર વિરાજમાન છે. આ સાથે જ તેમના હાથે ધનની વર્ષા થઈ રહી હોય. 
 
નવરાત્રિમાં મા સરસ્વતીનો પ્રિય મોર પંખ ઘરે લાવીને મંદિરમાં મુકવાથી અનેક ફાયદા થાય છે. મોર પંખ વિદ્યાર્થીઓના રૂમમાં રાખવાથી તેમને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. 
 
સોળ શૃંગારનો સામાન નવરાત્રિ દરમિયાન ઘરે લાવવો જોઈએ. તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી મા દુર્ગાની કૃપા સદૈવ ઘર પર કાયમ રહે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માં દુર્ગાનું બીજુ સ્વરૂપ - માં બ્રહ્મચારિણીના આશીષથી ખુલે છે સૌભાગ્યના દરવાજા