જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિના કારણે અશુભ યોગ બની રહ્યા છે અથવા સાઢાસાતી અને ઢૈય્યા સફળતામાં બાધક બની રહી છે તો અહી બતાવેલ ઉપાય દર શનિવારે કરો. તેમાથી શનિ પ્રસન્ન થાય છે અને અવરોધ દૂર થઈ શકે છે. જાણો શનિના ખાસ ઉપાય..
દર શનિવારે શનિના આ 10 નામોના જાપ કરવાથી શનિ દોષ સૂર થાય છે અને સફળતા મળે છે. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ.
1. કોણસ્થ 2. પિંગલ 3. બભ્રુ 4. કૃષ્ણ 5. રૌદ્રાન્તક 6 યમ 7. સૌરિ 8 શનૈશ્વર 9 મન્દ 10. પિપલાશ્રય
આ 5 વસ્તુઓનુ કરો દાન
તમારા સામર્થ્ય મુજબ કાળા તલ કાળા કપડા લોખંડના વાસણ અડદની દાળનું દાન કરવુ જોઈએ. આ ઉપાયથી શનિ તરફથી શુભ ફળ મળે છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીની પૂજા કરનારાઓને શનિ દોષનો સામનો કરવો પડતો નથી.
શનિદેવને ભૂરા ફુલ ચઢાવો. પૂજા કરો મંત્ર ૐ શં શનૈશ્વરાય નમ: નો જાપ રૂદ્રાક્ષની માળા દ્વારા ઓછામાં ઓછો 108 વાર કરો. આવુ દર શનિવારે કરવાથી સાઢેસાતી અને ઢૈય્યામાં પણ લાભ મળે છે.
શનિવારે સવારે સ્નાન પછી એક વાડકીમાં તેલ લો અને તેમા તમારો ચેહરો જુઓ. પછી તેલનુ દાન કોઈ ગરીબને કરો. આ ઉપાયથી શનિ પ્રસન્ન થય છે અને ભાગ્યના અવરોધ દૂર થાય છે.
સવારે સ્નાન પછી પીપળને જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો. સૂર્યાસ્ત સમયે કોઈ એવા પીપળ પાસે દીવો પ્રગટાવો જે સુમસામ સ્થાન પર હોય કે કોઈ મંદિરમાં પીપળ પાસે પણ દીપક પ્રગટાવી શકો છો.
શનિવારે શિવલિગ પર જળ ચઢાવો. આ માટે તાંબાના લોટાનો ઉપયોગ કરો. લોટામાં જળ સાથે કાળા તલ પણ નાખો. ત્યારબાદ આ જળ શિવલિંગ પર ચઢાવો. આ ઉપાયથી બધા રોગોથી મુક્તિ મળે છે અને શિવજીની કૃપાથી ધનની કમી દૂર થાય છે.