અનંત ચતુર્દશી -એશ્વર્યમાં વૃદ્ધિ જોઈએ તો આજે બાંધો આ દોરો

ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (13:36 IST)
આજે ભગવાન વિષ્ણુન અનંત રૂપોની પૂજા થશે. મોટાભાગના લોકો ભગવાનના અનંત સ્વરૂપ્ની સેવા માટે વ્રત પણ કરે છે.  આજના દિવસે અનંત સૂત્ર પણ બાંધવામાં આવે છે. જે લોકોમાં વ્રત કરવાની ક્ષમતા નથી તેઓ પૂજા પછી અનંત સૂત્ર બાંધીને ભોજન કરી શકે છે. મહિલાઓ જમણા હાથ અને પુરૂષ ડાબા હાથમાં અનંત સૂત્ર બાંધે છે. એવુ કહેવાય છે કે આજન દિવસે જે લોકો આ દોરાને પોતાના કાંડા પર બાંધે છે તેમને સૌભાગ્ય અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.  શાત્રોમાં સૂત્ર એટલે કે નાડાછડી બાંધવાના પણ કેટલાક નિયમ બતાવ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Pitru paksha 2019- શ્રાદ્ધની તિથિ ખબર ન હોય તો ક્યારે કરવું શ્રાદ્ધ જાણો?