Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

અજા એકાદશી ની વાર્તા

aja ekadashi ki katha
, શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (13:22 IST)
કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા :” હે જનાર્દન !હવે તમે મને શ્રાવણ માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી ના વિષે બતાવો .આ એકાદશી નું નામ શું છે તથા તેની વિધિ શું  છે તે વિસ્તાર પૂર્વક કહો .”
 
શ્રી કૃષ્ણ બોલ્યા :”હે રાજન ! શ્રાવણ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી ને અજા એકાદશી કહે છે .આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે .જે મનુષ્ય આ દિવસે ભગવાન ની ભક્તિ પૂર્વક પૂજા કરે છે ,વ્રત કરે છે ,તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે .આલોક અને પરલોક માં સહાયતા કરનારી આ એકાદશી ના સમાન બીજી કોઈ એકાદશી નથી .આ એકાદશી ની કથા આ પ્રમાણે છે .
 
પ્રાચીન કાળ માં હરિશ્ચંદ્ર નામ નો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો .તે અત્યંત વીર ,પ્રતાપી ,તથા સત્યવાદી હતો .તેણે પોતાની સ્ત્રી તથા પુત્ર ને વેચી દીધા અને સ્વયં એક ચાંડાલ નો સેવક બની ગયો.એમણે એક ચાંડાલ ને ત્યાં સ્મશાન માં કફન લેવાનું કામ કર્યું પરંતુ  આપત્તિ ના સમયે પણ સત્ય ના છોડ્યું .જયારે આ પ્રકારે રહેતા તેમને ઘણાં વર્ષ થઇ ગયા તો તેમને આ નીચ કર્મ પર ખુબ દુઃખ થયું .તે એમાંથી મુક્ત થવા નો ઉપાય શોધવા લાગ્યા .તેઓ સદૈવ ચિંતા માં લાગ્યા રહેતા કે હવે હું શું કરું ?ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા .રાજા એ તેમને જોઈ ને પ્રણામ કર્યા અને રાજા ના દુઃખ પૂર્ણ વાક્ય સાંભળી બોલ્યા :”હે રાજન ! શ્રાવણ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી જેનું નામ અજા એકાદશી છે તેનું વિધિ પૂર્વક વ્રત કરો તો તમારા સમસ્ત પાપ નષ્ટ થઇ જશે . ”
 
અજા એકાદશી આવી ત્યારે રાજા એ ઋષિ ના કહ્યાં અનુસાર વિધિ પૂર્વક વ્રત કર્યું તથા રાત્રી જાગરણ કર્યું .આ વ્રત ના પ્રભાવ થી રાજા ના સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા .એમણે પોતાની સામે બ્રહ્મા ,વિષ્ણુ ,ઇન્દ્ર, મહાદેવજી આદિ દેવતાઓ ને ઉભેલા જોયા.
 
તેમણેપોતાના મૃતક પુત્ર ને જીવિત તથા સ્ત્રી ને વસ્ત્ર આભુષણ યુક્ત જોયા .વ્રત ના પ્રભાવ થી તેમને પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહીત સ્વર્ગ લોક માં ગયા .
 
અજા એકાદશીનુ ફળ - પુરાણોમાં જણાવ્યુ છેકે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનુ વ્રત કરે છે તેના પૂર્વ જન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અજા એકાદશી વ્રતથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kevda trij 2023 - કેવડા ત્રીજ 2023 માં ક્યારે છે