જ્યોતિષ અનુસાર જો વાર મુજબ તિલક કરવામાં આવે તો એ વાર સાથે સંબંધિત ગ્રહોને શુભ ફળ આપનારુ બનાવી શકાય છે.
તિલક અનેક પ્રકારના હોય છે - મૃતિકા, ભસ્મ, ચંદન, રોલી, સિંદૂર, ગોપી વગેરે. સનાતન ધર્મમાં શૈવ, શક્તિ,
વૈષ્ણવ અને અન્ય મતોના જુદા જુદા તિલક હોય છે. ચંદનનુ તિલક લગાવવાથી પાપોનો નાશ થાય છે. વ્યક્તિ સંકટથી બચે છે. તેના પર લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. જ્ઞાનતંતુ સંયમિત અને સક્રિય રહે છે.
ચંદનના પ્રકાર - હરિ ચંદન, ગોપી ચંદન, સફેદ ચંદન, લાલ ચંદન, ગોમતી અને ગોકુલ ચંદન.
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને
Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો
સોમવાર - સોમવારનો દિવસ ભગવાન શંકરનો દિવસ હોય છે અને આ વારનો સ્વામી ગ્રહ ચંદ્રમા છે.
ચંદ્રમા મનનો કારક ગ્રહ માનવામાં આવે છે. મનને કાબૂમાં રાખીને મસ્તિષ્કને શીતળ અને શાંત બનાવે રાખવા માટે તમે સફેદ ચંદનનું તિલક લગાવો. આ દિવસ વિભૂતિ કે ભસ્મ પણ લગાવી શકો છો.
મંગળવાર - મંગળવારના રોજ હનુમાનજીનો દિવસ માનવામાં આવ્યો છે. આ દિવસનો સ્વામી ગ્રહ મંગળ છે.
મંગળ લાલ રંગનુ પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસ લાલ ચંદન કે ચમેલીના તેલમાં મિક્સ કરેલ સિંદૂરનુ તિલક લગાવવાથી ઉર્જા અને કાર્યક્ષમતામાં વિકાસ થાય છે. તેનાથી મનની ઉદાસી અને નિરાશા હટી જાય છે અને દિવસ શુભ બને છે.
બુધવાર - બુઘવારે જ્યા મા દુર્ગાનો દિવસ માનવામાં આવ્યો છે. બીજી બાજુ આ ભગવાન ગણેશનો દિવસ પણ છે.
આ દિવસ્નો ગ્રહ સ્વામી છે બુધ ગ્રહ. આ દિવસે સુકુ સિંદૂર (જેમા કોઈ તેલ ન મિક્સ હોય) નુ તિલક લગાવવુ જોઈએ. આ તિલકથી બૌદ્ધિક ક્ષમતા ઝડપી હોય છે અને દિવસ રહે છે.
ગુરૂવાર - ગુરૂવારને બૃહસ્પતિવાર પણ કહેવામાં આવે છે. બૃહસ્પતિ ઋષિ દેવતાઓનો ગુરૂ છે. આ દિવસના ખાસ દેવતા છે બ્રહ્મા. આ દિવસનો સ્વામી ગ્રહ છે બૃહસ્પતિ ગ્રહ.
ગુરૂને પીળો કે સફેદ મિશ્રિત રંગ પ્રિય છે. આ દિવસ સફેદ ચંદનની લાકડીને પત્થર પર ઘસીને તેમા કેસર મિક્સ લેપને માથા પર લગાવવો જોઈએ કે તિલક લગાવવુ જોઈએ. હળદર કે સિંદૂરનુ તિલક પણ લગાવી શકો છો.
તેનાથી મનમાં પવિત્ર અને સકારાત્મક વિચાર અને સારા ભાવનો ઉદ્દભવ થશે જેનાથી દિવસ પણ શુભ રહેશે અને આર્થિક પરેશાનીનો ઉકેલ પણ નીકળશે.
શુક્રવાર - શુક્રવારનો દિવસ ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મીજીનો રહે છે. આ દિવસનો ગ્રહ સ્વામી શુક્ર ગ્રહ છે.
જોકે આ ગ્રહને દૈત્યરાજ પણ કહેવામાં આવે છે. દૈત્યોના ગુરૂ શુક્રાચાર્ય હતા. આ દિવસ લાલ ચંદન લગાવવાથી એક બાજુ તનાવ દૂર રહે છે અને બીજી બાજુ ભૌતિક સુખ-સુવિદ્યાઓમાં પણ વધારો થાય છે. આ દિવસે સિંદૂર પણ લગાવી શકો છો.
શનિવાર - શનિવારે ભૈરવ, શનિ અને યમરાજનો દિવસ માનવામાં આવે છે. આ દિવસનો ગ્રહ સ્વામી છે શનિ ગ્રહ.
શનિવારના દિવસે વિભૂત, ભસ્મ કે લાલ ચંદન લગાવવુ જોઈએ. જેનાથી ભૈરવ મહારાજ પ્રસન્ન રહે છે અને કોઈપણ પ્રકારનુ નુકશાન થવા દેતા નથી. દિવસ શુભ રહે છે.
રવિવાર - રવિવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને સૂર્યનો દિવસ રહે છે. આ દિવસનો ગ્રહ સ્વામી છે સૂર્ય ગ્રહ જે ગ્રહોના રાજા છે.
આ દિવસે લાલ ચંદન કે હરિ ચંદન લગાવો. ભગવાન વિષ્ણુની કૃપા રહેવાથી જ્યા માન-સન્માન વધે છે તો બીજી બાજુ નિર્ભયતા આવે છે.