Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિન્દુ ધર્મ - જો તમારી કુંડળીમાં હશે આ યોગ તો સદૈવ રહેશે વિષ્ણુ-લક્ષ્મીની કૃપા

હિન્દુ ધર્મ - જો તમારી કુંડળીમાં હશે આ યોગ તો સદૈવ રહેશે વિષ્ણુ-લક્ષ્મીની કૃપા
, ગુરુવાર, 11 ડિસેમ્બર 2014 (10:30 IST)
શુ તમારી કુંડલીમાં પણ આવા યોગ બને છે 
 
જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ગ્રહ યોગ બતાવાયા છે જેને કુંડળીમાં હોવાનો મતલબ છે તમારા પર ઈશ્વરની કૃપા કાયમ રહેશે. આવી વ્યક્તિની અંદર ધર્મ કર્મના પ્રત્યે ઊંડી આસ્થા હોય છે. 
 
તેઓ જે પણ કોઈ કામ કરે છે તેમા તેમને ઈશ્વરની પ્રેરણા અને મદદ મળે છે. એ જ કારણ છે કે આવી વ્યક્તિ સદા પોતાના પ્રયાસમાં સફળ અને જીવનમાં આગળ વધે છે.   જેમની કુંડળીમાં પણ આવા યોગ બની રહ્યા છે. તેમને ઈશ્વરની મદદ મળે છે 
 
જે વ્યક્તિની કુંડળીમાં ઘર્મ સ્થાન મતલબ કુંડળીના પાંચમા ઘરમાં કોઈ પુરૂષ ગ્રહ જેવા કે સૂર્ય મંગળ કે ગુરૂ બેસ્યો હોય તેઓ તેના પર ઈશ્વરની કૃપા કાયમ રહે છે. જો આ ગ્રહોની દ્રષ્ટિ પણ કુંડળીના પાંચમા ઘર પર હોય તો મુશ્કેલ સમય પર ઈશ્વરની કૃપાથી તેમનુ કામ બની જાય છે. તેમને ઈશ્વરીય મદદ મળતી રહે છે 
 
જે વ્યક્તિઓની કુંડળીમાં શુક્ર કે ચન્દ્રમાં પાંચમા ઘરમાં વિરાજમાન હોય છે તેના પર દેવી લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. 
જો શુક્ર કે ચંદ્રમાં કુંડળીના અગિયારમાં ઘરમાં હાજર હોય ત્યારે પણ દેવી લક્ષ્મીનો સહયોગ મળે છે. તેનુ કારણ એ છે કે અગિયારમાં ઘરમાં બેસેલ શુક્ર અને ચન્દ્રમાં પાંચમા ઘરને જુએ છે. 
 
આવા લોકો  પર પણ થાય છે ઈશ્વરની કૃપા 
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિની કુંડલીમાં ચાર કે પાંચ ગ્રહ એક સાથે એક જ ઘરમાં બેસેલા હોય તો વ્યક્તિ પર ઈશ્વરની કૃપા કાયમ રહે છે.  પણ આ સ્થિતિમાં વ્યક્તિના સંસારથી વિરક્ત થવાની શક્યતા વધી જાય છે. પણ આ ગ્રહોમાંથી કોઈ અસ્ત હોય કે પછી બધા ગ્રહ કમજોર હોય તો વિરક્ત થવાની શક્યતા ઓછી થાય છે.  
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati