Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ આપ જાણો છો કયા ભગવાનની કેટલી પરિક્રમા કરવી જોઈએ ?

શુ આપ જાણો છો કયા ભગવાનની કેટલી પરિક્રમા કરવી જોઈએ ?
, ગુરુવાર, 19 મે 2016 (14:51 IST)
પરિક્રમા પૂજનનું વિશેષ અંગ છે. શાસ્ત્રોમાં માનવામાં આવ્યુ છે કે પરિક્રમાથી પાપ નષ્ટ થાય છે. વિજ્ઞાનની નજરથી જોઈએ તો શારીરિક ઉર્જાના વિકાસમાં પરિક્રમાનુ વિશેષ મહત્વ છે. 
 
ભગવાનની મૂર્તિ અને મંદિરની પરિક્રમા હંમેશા જમણા હાથથી શરૂ કરવી જોઈએ. કારણ કે પ્રતિમાઓમાં રહેલ સકારાત્મક ઉર્જા ઉત્તરથી દક્ષિણની તરફ પ્રવાહિત થાય છે. ડાબા હાથ તરફથી પરિક્રમા કરવાથી આ સકારાત્મક ઉર્જા સાથે આપણા શરીરનો ટકરાવ થાય છે.  જેના કારણે શારીરિક ઉર્જા ઓછી થાય છે. જાણતા-અજાણતા કરવામા આવેલ ઊંધી પરિક્રમા આપણા વ્યક્તિત્વને નુકશાન પહોંચાડે છે. જમણાનો અર્થ દક્ષિણ પણ થાય છે. જેને કારણે પરિક્રમાને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. 
 
આ મંત્ર સાથે કરો દેવ પરિક્રમા 
 
યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ 
તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણે પદે પદે 
અર્થ - જાણતા અજાણતા કરવામાં આવેલ અને પૂર્વજન્મોના પણ બધા પાપ પ્રદક્ષિણા સાથે નષ્ટ થઈ જાય.  પરમેશ્વર મને સદ્દબુદ્ધિ આપે. 
 
શાસ્ત્રો મુજબ જુદા જુદા દેવી-દેવતાઓની પરિક્રમાની સંખ્યા જુદી જુદી હોય છે. અહી જાણો કયા દેવી-દેવતાની કેટલી પરિક્રમા કરવી જોઈએ. 
 
1. હનુમાનજીની 3 પરિક્રમા કરવી જોઈએ. 
2. શિવલિંગની અડધી પરિક્રમા કરવી જોઈએ 
3. દેવી માની ત્રણ પરિક્રમા કરવી જોઈએ 
4. શ્રીકૃષ્ણની ચાર પરિક્રમા કરવી જોઈએ. 
5. વિષ્ણુજીની ચાર પરિક્રમા કરવી જોઈએ. 
6. શ્રીરામની ચાર પરિક્રમા કરવી જોઈએ. 
7. ગણેશજીની 3 પરિક્રમા કરવી જોઈએ. 
8. ભૈરવ મહારાજની 3 પરિક્રમા કરવી જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરૂવારે ઘરે બનાવો આ પોટલી અને સોનાથી ભરી લો તમારી તિજોરી