Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોડાસામાં ગાજેશ્વરી માતાના મંદિરમાં થાય છે પાડાની પૂજા

મોડાસામાં ગાજેશ્વરી માતાના મંદિરમાં થાય છે પાડાની પૂજા
, શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (17:12 IST)
દેશ અને દુનિયા માં તમે એવા મંદિરો જોયા હશે કે જ્યાં દેવી દેવતા ની પૂજા થાય છે. પણ એક મંદિર એવું છે જ્યાં પાડાની પૂજા થાય છે. આ મંદિર અરવલ્લી જીલ્લા નાં મોડાસા નજીક આવેલા ગાજણ ગામમાં આવેલું છે . અરવલ્લી જીલ્લાનાં મોડાસા નજીક આવેલા ગાજણ ગામે વર્ષો જુનું પૌરાણિક એવું ગાજેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, આ મંદિરે દર રવિવારે, મંગળવારે તેમજ પૂનમનાં દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. અને પોતે રાખેલી માનતા પૂરી થયા બાદ મંદિરે આવી પાડાની પૂજા કરી પાડો રમતો મુકે છે. આ મંદિરે ગુજરાતનાં અલગ અલગ જીલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ આવે છે અને નોકરીને લગતી હોય કે જે કોઈ દંપતીને સંતાન ના થતા હોય તો પોતાના ઘરે પારણું બંધાય એવી માનતા રાખે છે.
 
ગાજણ ગામે આવેલી ગાજેશ્વરી માતાનો ચમત્કાર આખા ગુજરાતમાં છે ત્યારે આખા ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ આવી પોતે રાખેલી માનતા ઓ પૂરી કરી પાડો રમતો મુકે છે. જેથી ગામ લોકો અને આ મંદિરે આવનાર ભક્તો મન મૂકી ને ગાજેશ્વરી માતાજી ની સેવા કરે છે. માનતા ઓ રાખી પોતાની માનતા પુરી થયા બાદ અચૂક પણે અહીં આવી માનતા પૂરી કરી પોતાને ધન્ય અનુભવે છે. આ સમગ્ર વિસ્તારમાં ગાજેશ્વરી માતાના મંદિરની આગવી ઓળખ છે, એટલા માટેજ આ મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ શિવ મંદિરમાં માત્ર અગિયાર રૂપિયામાં મળે છે પાપમુક્તિનું સર્ટિફિકેટ