Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જે વ્યક્તિ પાસે કૌટુંબિક સંપ નથી તે ધર્મ કેવી રીતે નિભાવી શકે

જે વ્યક્તિ પાસે કૌટુંબિક સંપ નથી તે ધર્મ કેવી રીતે નિભાવી શકે
, શુક્રવાર, 25 જુલાઈ 2014 (10:33 IST)
હેમચંદ્રસાગરસૂરીશ્વરજીએ તેમના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે 'કોઇ પણ કામ કઠીન હોતું નથી. જે કામમાં આપણને રસ છે તે સરળ અને રસ નથી તે નાનામાં નાનું કામ પણ કઠીન બની જાય છે. નાના બાળકને ભણવામાં રસ નથી તો કક્કો બારાખડી પણ તેને અઘરી લાગે છે. આ જ બાળક મોટું થઇને ભણવામાં રસ દાખવે તો સી.એ.ની અઘરામાં અઘરી પરીક્ષામાં પણ આસાનીથી સફળતા મેળવે છે. શ્રી નવકાર મહામંત્રનો એક અક્ષર વિસ્ફોટક શક્તિથી ભરેલો છે. જ્યારે શ્રદ્ધા સાથે નવકારના અક્ષરોનું સ્મરણ કરીએ છીએ ત્યારે આત્મસ્તર પર જોરદાર બ્લાસ્ટિંગ થાય છે ત્યારે આત્મા પર લાગેલા અશુભ કર્મોને ખરી પડયા સિવાય છૂટકો નથી.  '

આચાર્ય જયસુંદરસૂરીશ્વરજીએ તેમના પ્રવચન દરમિયાન ભાવિકોને જણાવ્યું હતું કે 'સંસારમાં દરેક સમસ્યાનું મુખ્ય મૂળ મોહમાં જ છે. મહામોહને કારણે જ જીવ આત્મતત્વને શોધી શકતો નથી. આજે રોટલી કરવી કે પૂરી?, બસમાં જવું કે ટ્રેનમાં? મેડિકલમાં જવું કે એન્જિન્યરિંગમાં? જેવી બાબત તેમજ લગ્ન માટે યોગ્ય પાત્રને શોધવામાં શોધવાના મોહમાં વર્ષોના વર્ષો વેડફે છે. મોહને કારણે જ લોકો સતત મૂંઝવણમાં રહે છે. અફિણ લેનારી વ્યક્તિને જેમ પોતાનું ભાન ભૂલી બધું જ ઉંધુ દેખાય તેવું જ મોહમાં પડેલી વ્યક્તિનું છે. મહામોહથી જ વ્યક્તિ અતિકઠોર, અતિહિંસક બને છે જેનાથી તે પોતે તો દુઃખી થાય જ છે સાથે બીજાને પણ દુઃખી કરે છે.'

'કૌટુંબિક જીવન એ આ ધરતી ઉપરનું સ્વર્ગ છે. જે વ્યક્તિ પાસે કૌટુંબિક સંપનું વાતાવરણ નથી તે વ્યક્તિ સાચા અર્થમાં ધર્મ કેવી રીતે નિભાવી શકે એ મોટો સવાલ છે. ' આ શબ્દો મુનિશ્રી હંસબોધિવિજયજી મ.સા.ના છે. વર્ધમાન શ્વે. મૂ.પૂ. સંઘ ઉસ્માનપુરામાં ચાતુમાસ દરમિયાન બિરાજમાન મુનિશ્રી હંસબોધિવિજયજી મ.સા.એ કુટુંબભાવનાની મહત્તા અંગે આજે પ્રવચન આપ્યું હતું.

મુનિશ્રી હંસબોધિવિજયજી મ.સા.એ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે 'મારા પૂ. ગુરુમૈયા કાયમ કહેતા કે જે રીતે માનવજાતમાં પાપાચારો ફેલાયા છે તે જોતાં તેમને આવતા ઊવે સ્વર્ગ જુએ તેવું લાગતું નથી. કમસેકમ કૌટુંબિક સંપ એ આ ધરતી ઉપરનું સ્વર્ગ છે, તેને તો તમારા ઘરમાં એક સ્થાન આપો. આજે ટેલિવિઝન જેવા માધ્યમને લીધે ઝઘડા વગરનું ઘર એન્ટિક પીસ બન્યું છે. ધર્મ કરતા પહેલા દરેકે સ્વધર્મનો પાયો મજબૂત કરવો જોઇએ.

પરિવારના સભ્યોને સ્નેહ આપવો તે આપણા સૌની પ્રાથમિક્તા છે. માતાપિતાનું પૂજન, પત્નીને સન્માન, બાળકોને સ્નેહ, નોકરોને હૂંફ આપવી એ કૌટુમ્બિક જીવનની સુવ્યવસ્થાના મુખ્ય ઘટકો છે. આજના ભાગદોડભર્યા-અશાંત જીવનમાં આ ચારેય બાબતની ભારે ઉપેક્ષા થઇ રહી છે. '

Share this Story:

Follow Webdunia gujarati