Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જપમાળાના 108 મણકાનું રહસ્ય

જપમાળાના 108 મણકાનું રહસ્ય
, સોમવાર, 26 મે 2014 (16:09 IST)
શ્રદ્ધા ભક્તિ અને સમર્પણની પ્રતિક માળાના 108 મણકામાં ગૂઢ અર્થ છુપાયેલો છે. ભારતીય મુનિયોએ એક વર્ષમાં 27 નક્ષત્ર બતાવ્યા છે. દરેક નક્ષત્રના ચાર ચરણ છે. આ રીતે 108 ચરણ હોય છે.  માળાના એક એક મોતી નક્ષત્ર છે. એક એક ચરણનુ પ્રતિનિધિત્વ કરે છે. તેથી જ્યોતિર્વિજ્ઞાનમાં આ સંખ્યા શુભ માનવામાં આવે છે.  જ્યોતિષ મુજબ બ્રહ્માંડને 12 ભાગમાં વિભાજીત કરવામાં આવ્યુ છે. 
 
આ 12 ભાગના નામ મેષ, વૃષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, અને મીન છે.   આ 12 રાશિયોમાં નવ ગ્રહ  સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક, શનિ, રાહુ અને કેતુ વિચરણ કરે છે.  તેથી ગ્રહોની સંખ્યાનો 12 રાશિયો સાથે ગુણા કરવામાં આવે તો સંખ્યા 108 મળે છે. માળાના મોતીઓની સંખ્યા 108 સંપૂર્ણ બ્રહ્માંડનુ પ્રતિનિધિત્વ કરાવે છે. 
 
મન વચન અને કર્મથી જે હિંસા વગેરે પાપ હોય છે તે 36 પ્રકારના હોય છે. તેમને પોતે કરવાથી બીજાના કરવાથી અને કરનારની પ્રશંસાથી આ સંખ્યા 36ના ત્રણ ગુણી મતલબ 108 થઈ જાય છે. આ 108 પાપોથી મુક્તિ મેળવવા માટે જપ કરવામાં આવે છે. બૌદ્ધ મતમાં પણ આ સંખ્યા શુભ માનવામાં આવે છે. બુદ્ધના જન્મ સમયે 108 જ્યોતિષિયોની હાજરી રહેવાની વાત કરવામાં આવે છે. 
 
બૌધ ધર્મમાં આસ્થા રાખનારા દેશ જાપાનમાં શ્રાદ્ધના પ્રસંગે 108 દીપક સળગાવવાની પ્રથા છે. તેથી માળાનો ઉપયોગ મનની એકાગ્રતા માટે કરવામાં આવે છે. વિદ્વાનોનું માનવુ છે કે જપના માધ્યમથી મનના મતવાલા ઘોડાને નિયંત્રણમાં મુકી શકાય છે. જેને અપાર ભૌતિક અને આધ્યાત્મિક સફળતાઓ મળે છે. 
 
એવુ કહેવાય છે કે માળા ફેરતી વખતે અંગૂઠા અને આંગળીઓ વચ્ચે ઘર્ષણથી એક પ્રકારનુ વિદ્યુત ઉત્પન્ન થાય છે. જે ધમનીઓ દ્વારા સીધા હ્રદય ચક્રને પ્રભાવિત કરે છે. તેનાથી મન સ્થિર થાય છે. આ ત્યારે જ પ્રભાવી સાબિત થાય છે જ્યારે જપ કરનારાઓનું મન સાફ હોય.  

Share this Story:

Follow Webdunia gujarati