Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમા સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

ઘરમા સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
, શુક્રવાર, 9 ડિસેમ્બર 2016 (12:06 IST)
દરેક ઘરમાં લોકો વિવિધ શુભ અને પ્રગતિની ઈચ્છાથી પૂજા કરે છે. પણ તેને કરવામાં નિમ્ન જરૂરી કર્મોનુ ધ્યાન નથી રાખતા જેને કારણે તેમને સફળતા મળતી નથી અને તેઓ તેનાથી વિમુખ થવા માંડે છે કે પોતાના ભાગ્યને દોષ આપવા માંડે છે. 
 
જો તમે આ વાતો પર ધ્યાન આપશો તો તમારી પૂજા ફળીને તમારા ઘરમાં સુખ શાંતિ અને સંમત્તિ આપનારી બની જશે. 
 
1. ઘરના પૂજા સ્થળમાં એક આંગળીના માપથી અગિયાર આંગળીના માપથી વધુની મૂર્તિ ન મુકતા. તેનાથી ઘરમાં અશુભ થાય છે. 
 
2. જો ઘરમાં કોઈ દેવતાની મૂર્તિ મુકો તો તેની વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. 
 
3. પૂજા ક્યારે જમીન પર બેસીને ન કરવી જોઈએ. તેનાથી બધી સારી શક્તિ જમીનમાં સમાઈ જાય છે. તેથી ગૃહસ્થ માટે ઘાબળા પર કે આસન પર બેસીને પૂજા કરવાનો નિયમ છે. 
 
4. પૂજા કરતી વખતે પૂજા કરનારનુ મોઢુ પૂરબ કે ઉત્તર દિશાની તરફ હોવુ જોઈએ. 
 
5. ઘરમાં ક્યારે પણ બે શિવલિંગ,  3 ગણેશ, ત્રણ દુર્ગા બે સૂર્ય નારાયણ બે બે ગોમતી ચક્ર અને બે શંખ મુકવા વર્જિત છે. 
 
6. પૂજા શરૂ કરતા પહેલા એક જળથી ભરેલો કળશ (નવા માટીથી બનેલો ઘડો કે પવિત્ર લોટો) જરૂર મુકવો જોઈએ. 
 
7. પૂજા શરૂ કરતા પહેલા એક દીવો (ઘી કે તલના તેલ કે સરસિયાના તેલનો) પ્રગટાવવો જોઈએ અને એક સુગંધિત ધૂપ કે અગરબત્તી પ્રગટાવવી જોઈએ. તેનાથી વાતાવરણ પવિત્ર થઈને દેવમય બની જાય છે. 
 
8. દેવ દેવીઓની પ્રતિષ્ઠા કાયમ કોઈ પવિત્ર વસ્ત્ર કે ચૌકી પર જ કરવી જોઈએ. આ માટે કેળાના પાનનો પણ પ્રયોગ કરવો શાસ્ત્ર વિહિત છે. 
 
9. હંમેશા શ્રી લક્ષ્મીજીની પ્રતિમાને શ્રી વિષ્ણુની ડાબી બાજુ મુકવી જોઈએ. આ રીતે જ પાર્વતી અને ભગવાન શિવને શ્રી રાધા અને શ્રીકૃષ્ણ વગેરેને મુકવી જોઈએ. 
 
10. પૂજાઘરમાં દેવ દેવીઓની પ્રતિમા સામે સવાર સાંજ દીપક પ્રગટાવવો જોઈએ. 
 
11. પૂજાના સમયે ક્યારેય દીપકને જમીન પર ન મુકવો જોઈએ. તેની નીચે ચોખા મુકવા જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુક્રવારે કરશો ગોળનો આ ઉપાય તો થશો કરોડપતિ