Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં પૂજન કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો

ઘરમાં પૂજન કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો
, બુધવાર, 7 ઑક્ટોબર 2015 (16:09 IST)
દેવી-દેવતાઓના પૂજન કરવાથી દુખ-દર્દ દૂર થાય છે. સાથે જ શાંતિ પણ મળે છે. આ કારણે પ્રાચીન સમયથી જ પૂજનની પરંપરા ચાલી આવી રહી છે. જે ઘરમાં દરરોજ પૂજા થાય  છે. ત્યાંનું  વાતાવરણ સકારાત્મક અને પવિત્ર રહે છે. દીપક અને ધૂપબત્તીના ધુમાડાથી સ્વાસ્થયને નુકશાન પહોંચાડતા સૂક્ષ્મ કીટાણુ પણ મરી જાય છે. શાસ્ત્રો મુજબ પૂજન માટે ઘણા આવશ્યક નિયમ જણાવાય છે. આ નિયમોના પાલન કરીને  પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે તો જાણો 20 નિયમો જે કે પૂજનમાં ધ્યાન રાખવા જોઈએ. 
 
1. બધા પ્રકારની પૂજામાં ચોખા ખાસ રૂપથી ચઢાવાય  છે. પૂજન માટે એવા ચોખાના ઉપયોગ કરવો જોઈએ. જે અખંડિત હોય એટલે તૂટેલા ના હોય્ ચોખા ચઢાવતા પહેલા એને હળદરથી પીળા કરવા ખૂબ શુભ ગણાય  છે. એ માટે થોડા પાણીમાં હળદર ભેળવી લો અને આ મિશ્રણમાં ચોખાને મિક્સ કરી પીળા કરાય છે. 
 
2. પૂજનમાં પાન પણ રાખવા જોઈએ. ધ્યાન રાખો પાન સાથે ઈલાયચી , લવિંગ , ગુલકંદ વગેરે પણ ચઢાવવું જોઈએ. આખા બનેલા પાન ચઢાવશો તો શ્રેષ્ઠ રહેશે. 
 
3. દેવી-દેવતાઓના સામે ઘી અને તેલ બન્નેના દીપક પ્રગટાવવા જોઈએ. તેલનો  દીપક આપણા જમણા હાથની તરફ અને  ઘીના દીપક ડાબા હાથ તરફ પ્રગટાવવો જોઈએ. 
 
4. કોઈ પણ પૂજનમાં ભગવાનનું આવાહ્ન (આમંત્રિત કરવું) , ધ્યાન કરવું , આસન આપવું , સ્નાન કરાવું , ધૂપ દીપ પ્રગટાવો , અક્ષત (ચોખા) , કુમકુમ , ચંદન , ફૂલ , પ્રસાદ વગેરે અનિવાર્ય રૂપથી હોવા જોઈએ. 
webdunia

5. દેવી-દેવતાઓને હાર ફૂલ , પાંદળીઓ વગેરે અર્પિત કરવા પહેલા એક વાર સ્વચ્છ પાણીથી જરૂર ધોઈ લેવા જોઈએ. 
 
6. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના રેશમી કપડા ચઢાવવા જોઈએ. માતા દુર્ગા , સૂર્યદેવ અને શ્રીગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના , ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પિત કરવા જોઈએ. 
 
7. કોઈ પણ પ્રકારનું  પૂજન કરતી વખતે કુળ દેવતા , કુળદેવી ઘરના વાસ્તુ દેવતા ગ્રામ દેવતા વગેરેના ધ્યાન કરવા પણ આવશ્યક છે. આ બધાના પૂજન પણ કરવું જોઈએ. 
 
8. પૂજનમાં આપણે  જે આસન પર  બેસીએ છીએ એને પગથી આમ તેમ ન સરકાવવું જોઈએ. આસનને હાથથી જ સરકાવવુ જોઈએ. 
webdunia

9. જો તમે દરરોજ  ઘી નો  એક દીપક પણ ઘરમાં પ્રગટાવશો તો ઘરના ઘણા વાસ્તુ દોષ  દૂર થઈ જશે. 
 
10. સૂર્યદેવ , શ્રીગણેશ , દૂર્વા  , શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવાય  છે. સુખની ઈચ્છા રાખતા દરેક માણસે દરરોજ આ પાંચ દેવની પૂજા  જરૂર કરવી જોઈએ. કોઈ પણ શુભ કાર્ય પહેલા પણ એમની પૂજા જરૂરી છે. 
 
11. શિવજીની પૂજામાં ક્યારે પણ કેતકીના ફૂલ અને તુલસીના ઉપયોગ ન કરવા જોઈએ. સૂર્યદેવની પૂજામાં અગસ્ત્ય ના ફૂલ ન ચઢાવવા જોઈએ.ભગવાન શ્રીગણેશની પૂજામાં  તુલસીના પાન ન મુકવા જોઈએ. 
 
12. સવારે સ્નાન પછી પૂજન માટે ફૂલ તોડવા જોઈએ. વાયુ પુરાણ મુજબ જે માણસ  સ્નાન વગર ફૂલ કે તુલસીના પાન તોડીને દેવતાઓને ચઢાવે છે એમની પૂજા દેવતા ગ્રહણ નથી કરતા. 
webdunia

13. પૂજનમાં  અનામિકા (નાની આંગળીના પાસેવાળી આંગળી  રિંગ ફિંગર) થી ગંધ (ચંદન , કુમકુમ અબીર , ગુલાલ હળદર મેંહદી) લગાવવી જોઈએ. 
 
14. પૂજનમાં દેવતાઓ સામે ધૂપ-દીપ જરૂર પ્રગટાવા જોઈએ. નૈવેદ્ય (ભોગ) પણ જરૂરી છે. દેવતાઓ માટે પ્રગટાવેલ દીપકને જાતે ક્યારે પણ નહી ઓલવવા જોઈએ. 
 
15. ગંગાજળ , તુલસીના પાન , બિલ્વપત્ર અને કમળ આ ચારેય  ક્યારે પણ વાસી નથી ગણાતા. આથી એના ઉપયોગ પૂજનમાં કયારે પણ કરી શકાય છે. આ ચાર સિવાય ભગવાનને કયારે પણ વાસી જળ  , ફૂલ અને પાન ન ચઢાવવા જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati