Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 18 March 2025
webdunia

Gol Dhana Ceremony- ગોળ ધાણા વિધિ

gol dhana vidhi
, મંગળવાર, 18 માર્ચ 2025 (08:56 IST)
Gol dhana and Chunddi vidhi- ગુજરાતી લગ્નમાં સગાઈની રીંગ સમારંભને ગોળ ધાણા તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે ધાણા અને ગોળ. તેથી મૂળભૂત રીતે, સગાઈ અથવા રિંગ સેરેમની અથવા ગોળ ધાનામાં આ બંને વસ્તુઓ એટલે કે ધાણા અને ગોળ મહેમાનોમાં વહેંચવામાં આવે છે. એટલે કે, તે સમારંભમાં મહેમાનોને આપવામાં આવે છે, અને કન્યા અને તેનો પરિવાર મીઠાઈઓ અને કેટલીક ભેટો સાથે વરરાજાના ઘરે જાય છે. પોતપોતાના પરિવારોની હાજરીમાં, છોકરો અને છોકરી રિંગની આપ-લે કરે છે, ત્યારબાદ વર અને વરરાજા બંને પરિવારોની પાંચ પરિણીત મહિલાઓ પાસેથી આશીર્વાદ લે છે.

ગોળ ધાણા વિધિ, ચુંદડી વિધિ 
ગુજરાતી હિંદુ પરિવારોમાં  ગોળ ધાણા અને ચુંદડી વિધિ જેવી વર્ષો જૂની પરંપરાઓ કૌટુંબિક મંદિર અને નિવાસસ્થાનના સમારંભ યોજવામાં આવે છે.  કન્યાના પરિવાર ગોળ ધાણા આપે છે અને વરના પરિવાર કન્યાને ચૂદળી ઓઢાવવાની વિધિ કરે છે. પછી બન્ને એક બીજાને રિંગ પહેરાવીને સગાઈ સેરેમની કરવામાં આવે છે. 

webdunia
ગોળ ધાણા ગુજરાતી પરંપરાઓમાં આ લગ્ન પહેલાનો સમારંભ છે.જે સગાઈ સમાન છે. ગોળ-ધાણા વરરાજાના નિવાસસ્થાને વિતરિત કરવામાં આવે છે. 
 
કન્યાનો પરિવાર વરરાજાના નિવાસસ્થાને સૌથી પહેલા વરરાજાને શ્રીફળ અને મિઠાઈ ભેંટ આપે છે અને ત્યારબાદ પરિવારના બાકી લોકોને ભેટો અને મીઠાઈઓ સાથે આવે છે અને પછી યુગલ એકબીજાને રિંગ્સ પહેરાવે છે. રિંગ્સની આપ-લે કર્યા પછી દંપતી તેમના વડીલોના આશીર્વાદ લે છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Breakfast Recipe - બાફેલા ઈંડાની ભુર્જી