Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vishwakarma Jayanti 2024: ક્યારે છે વિશ્વકર્મા જયંતિ ? જાણો તારીખ, મહત્વ અને પૂજા વિધિ

Vishwakarma Jayanti 2024: ક્યારે છે વિશ્વકર્મા જયંતિ ? જાણો તારીખ, મહત્વ અને પૂજા વિધિ
, બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (12:28 IST)
Vishwakarma Jayanti 2024 Date: હિન્દુ ધર્મ દરેક મહિનો અને દિવસ ખૂબ ખસ હોય છે અને માઘ મહિનાની ત્રયોદશી તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે આ દિવસે વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે અને ભગવાન વિશ્વકર્માનુ પૂજન કરવામાં આવે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર હતા અને જ્યારે સૃષ્ટિનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ.  સૃષ્ટિનુ નિર્માણ કરવામા6 આવ્યુ ત્યારે તેમને બ્રહ્માણના શિલ્પનુ કાર્ય આપવામાં આવ્યુ છે.  તેથી ભગવાન વિશ્વકર્માને બ્રહ્માંડના પ્રથમ એંજિનિયરના રૂપમાં પૂજવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માએ જ ભગવાન શિવને ત્રિશૂળ, ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર અને દ્વારકા નગરીમાં તેમના મહેલનુ પણ  નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આવો જાણીએ આ વર્ષે ક્યારે ઉજવાશે અને તેનુ ધાર્મિક મહત્વ શુ છે. 
 
વિશ્વકર્મા જયંતિ 2024 ક્યારે છે ?
દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશિ તિથિના દિવસે વિશ્વકર્મ જયંતિ ઉજવાય છે. પંચાગ મુજબ આ વર્ષે માઘ શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 21 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ થશે અને 22 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ઉદયાતિથિ મુજબ વિશ્વકર્મા જયંતિ 22 ફેબ્રુઆરી 2024 ગુરૂવારે ઉજવાશે. 
 
વિશ્વકર્મા જયંતીનુ મહત્વ 
હિન્દુ ધર્મમાં ભગવાન વિશ્વકર્માની પૂજા ખૂબ જ મહત્વ ધરાવે છે. ખાસ કરીને શિલ્પકાર અને એંજિનિયર ભગવાન વિશ્વકર્માનુ પૂજન જરૂર કરે છે. આ દિવસ મજૂર, વણકર, વાસ્તુકાર, મૂર્તિકાર અને કારખાનાઓમાં કામ કરનારા શ્રમિકો માટે ખૂબ જ ખાસ હોય છે.  વિશ્વકર્મા જયંતિના દિવસે પોતના પૂજનીય ભગવાન વિશ્વકર્માનુ પૂજન કરે છે અને તેમને પ્રાર્થના કરે છે કે તેમને વ્યવસાય અને કાર્યમાં સફળતા મળતી રહે. 
 
વિશ્વકર્મા જયંતિ પૂજા વિધિ 
 
વિશ્વકર્મા જયંતી પૂજા વિધિ - વિશ્વકર્મા જયંતિના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો. ત્યારબાદ તમારી દુકાન, ફેક્ટરી, વર્કશોપ કે ઘરમાં જ્યા પણ પૂજા કરવાની છે ત્યા સાફ-સફાઈ કરો. ત્યારબાદ ગંગાજળ છાંટીને એ સ્થાનને સ્વચ્છ કરો પછી રંગોળી બનાવો અને મંદિરમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિ સ્થાપિત કરો. ત્યારબાદ ભગવાન વિશ્વકર્માને ફૂલ અર્પિત કરો અને દેશી ઘી નો દિવો પ્રજવલ્લિત કરો. પછી ભગવાન વિશ્વકર્મા સામે હાથ જોડીને મંત્રોનુ ઉચ્ચારણ્ણ્કરો. આ દિવસ ૐ આધાર શક્તપે નમ:', ૐ કૂમયિ નમ, ૐ અનન્તમ નમ, મંત્ર વાચવો જોઈએ. ત્યારબાદ પૂજામાં પોતાના વેપાર સાથે જોડાયેલ સાધનો, મશીન કે અન્ય સામાનને મુકોક અને તેનુ પૂજન કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pradosh Vrat 2024: ક્યારે છે મહા મહિનાનુ પ્રદોષ વ્રત ? જાણી લો શુભ મુહુર્ત