શનિવારે આવતી અમાવસ્યા શનિ અમાવસ્યા અથવા શનિશ્ચરી અમાવસ્યા તરીકે ઓળખાય છે. આ વખતે શનિ અમાવસ્યા 30 એપ્રિલે આવી રહી છે. આ સાથે આ દિવસે આંશિક સૂર્યગ્રહણને કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે લોકો સાડે સાતી કે ઢૈયાથી પીડિત છે, તેઓ ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરી શકે છે. ચાલો જાણીએ શનિના દોષોથી મુક્તિ મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ
શનિ અમાવસ્યા 2022નુ શુભ મુહુર્ત
વૈશાખ અમાવસ્યા 30મી એપ્રિલ 2022, શનિવારે છે. વૈશાખ અમાવસ્યા 30મી એપ્રિલે બપોરે 12:59 કલાકે શરૂ થશે અને 1લી મેના રોજ બપોરે 1:59 કલાકે સમાપ્ત થશે. તેથી, 30 એપ્રિલના રોજ સાંજે શનિદેવની પૂજા કરવામાં આવશે.
શનિ અમાવસ્યાનુ મહત્વ
શાસ્ત્રોમાં અમાસની તિથિને પિતરોન એ સમર્પિત માનવામાં આવે છે. અમાસ તિથિને પિતરો સાથે જોડાયેલ કોઈપણ કામ કરવા માટે શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે પૂજા પાઠ, સ્નાન, દાન વગેરેનુ પણ વિશેષ મહત્વ બતાવ્યુ છે.
શનિદેવને આ રીતે કરો પ્રસન્ન