Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rishi Panchami Vrat Katha - ઋષિ પંચમી વ્રત કથા જુઓ વીડિયો

Rishi Panchami Vrat Katha - ઋષિ પંચમી વ્રત કથા જુઓ વીડિયો
, શનિવાર, 22 ઑગસ્ટ 2020 (23:05 IST)
વેબદુનિયાના ધર્મ ચેનલમાં આપનુ સ્વાગત છે. ભાદરવા સુદ પાંચમને જેને ઋષપિંચમી અને સામાપાંચમ પણ કહેવાય છે. આ દિવસે મહિલાઓ અરુંધતિ સહિત સપ્ત ઋષિઓનું પૂજા અને સ્મરણ કરે છે અને નદીમાં સ્નાન કરે છે. 
 
વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી. આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા. વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા. પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઇ ગઇ. દુ:ખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા. 
એક દિવસ બ્રાહ્મણ કન્યા સુતી હતી તે વખતે તેના શરીરમાં કીડા પડી ગયા. ઉત્તકે સમાધી લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવાં છતાં તે વાસણોને અડી ગઇ હતી. આ જન્મમાં પણ તેણે બીજાનું જોઇને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું. 
 
પિતાની આજ્ઞાનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યુ અને તેને સર્વ પાપો માંથી મુક્તિ મળી.આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તી થઇ. આમ વ્રતના પ્રભાવ થી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં માન્યતા છે કે આ વ્રતને કોઈ પણ સ્ત્રી કે પુરૂષ કરે છે તો તેના બધા પાપોનો નાશ થઈ જાય છે.  આ દિવસે મહિલાઓ કોઇ અન્ન નહીં પણ માત્ર સામો ખાઇને ઉપવાસ કરતી હોવાથી આ દિવસને સામાપાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 
 
કેવી રીતે કરશો ઋષિ પંચમી/સામા પાંચમનુ વ્રત... જુઓ વિધિ અને નિયમ 
 

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂલથી ચાંદ જોવાઈ જાય તો જરૂર કરવુ આ ઉપાય અને મંત્ર જપ