Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Paush Amavasya 2021: ક્યારે છે પોષ અમાવસ્યા ? જાણો શુભ મુહૂર્ત અને પૂજાની યોગ્ય વિધિ

Paush Amavasya 2021:  ક્યારે છે પોષ અમાવસ્યા ?  જાણો શુભ મુહૂર્ત અને પૂજાની યોગ્ય વિધિ
, મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (02:10 IST)
પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અંતિમ તિથિને પોષ અમાવસ્યા (Paush Amavasya 2021) કહે છે. પોષ મહિનાની આ અમાવસ્યાનુ શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવ્યુ છે.  હિંદુ ધર્મની માન્યતાઓ મુજબ, આ દિવસે દાન-સ્નાનનુ વિશેષ મહત્વ છે.  પોષ અમવસ્યાનુ શુભ મુહૂર્ત (shubh muhurt) પર ધાર્મિક કાર્ય, સ્નાન, દના, પૂજા-પાઠ અને મંત્ર જાપ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ પોષ અમાવસ્યાનુ શુભ મુહૂર્ત અને પૂજન વિધિ. 
 
શુભ મુહૂર્ત - પોષ અમાવસ્યાનુ શુભ મુહૂર્ત બુધવાર - 13 જાન્યુઆરીના રોજ છે. જોકે અમાવસ્યા તિથિ મંગળવાર 12 જાન્યુઆરી બપોરે 12 વાગીને 22 મિનિટથી શરૂ થશે અને સોમવારે 13 જાન્યુઆરી સવારે 10 વાગીને 29 મિનિટ પર તેનુ સમાપન થશે. 
 
પૂજન વિધિ - અમાવસ્યાના દિવસે પિતરોને શાંત કરવા માટે શ્રાદ્ધ કર્મ, સ્નાન, દાન-પુણ્ય અને પિતૃ તર્પણ કરવુ શુભ માનવામાં આવે છે. સવારે સ્નાન કર્યા પછી સૂર્ય દેવતાને જળ અર્પણ કરો અને લાલ પુષ્પ અને લાલ ચંદન નાખીને અર્ધ્ય આપો.  કહેવાય છે કે આ દિવસે સાચા મનથી માંગવામાં  આવેલ દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેથી પિતરોનુ તર્પણ કરવામાં આવે છે.  કેટલાક લોકો પિતરોને પ્રસન્ન કરવા માટે આ દિવસે વ્રત પણ કરે છે. 
 
ત્યારબાદ પીપળાના ઝાડ અને તુલસીના છોડને જળ અર્પિત કરો અને એક ચોમુખી દીવો પ્રગટાવીને તેમને ખુશહાલ જીવનની પ્રાર્થના કરો. આરાધના કરતા તમે તુલસી કે પીપળાની પરિક્રમા પણ કરી શકો છો. અમાસના દિવસે પિતરોના નામથી દાન કરવુ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે કોઈપણ સફેદ વસ્તુ કે ખાવાની વસ્તુનુ દાન કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મકરસંક્રાંતિ પર શું વહેચવું મહિલાઓની આ મૂંઝવણ અંગે જ્યોતિષ શાસ્ત્ર મુજબ