Publish Date: Mon, 09 May 2022 (08:33 IST)
Updated Date: Mon, 09 May 2022 (09:21 IST)
હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજા કરવાનુ સૌથી વધુ મહત્વ બતાવાયુ છે. માન્યતાઓ મુજબ આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. તેથી આ દિવસે લોકો ભગવાન શંકરની પૂજા સાથે વ્રત વગેરે પણ કરે છે. ખાસ કરીને આ દિવસે દંપતિ જો મંદિરમાં જઈને પૂજા અર્ચના કરે છે તો તેમનુ વૈવાહિક જીવન સુખમય થઈ જાય છે. વૈવાહિક જીવન ઉપરાંત પણ સોમવારનુ વ્રત પણ દરેક વ્યક્તિ માટે લાભકારી હોય છે.