પૂજામાં દિવો પ્રગટાવવાનુ પોતાનુ મહત્વ છે. એવુ કહેવાય છે કે તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. પુરાણોની માનીએ તો પૂજામાં ઘી અને તેલનો દિવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવવાનો મતલબ હોય છે કે પોતાના જીવનથી અંધકાર હટાવીને પ્રકાશ ફેલવવો. પ્રકાશ પ્રતીક હોય છે જ્ઞાનનુ. તેથી કહેવાય છે કે પૂજામાં દીવો પ્રગટાવીને આપણે અંધકારને પોતાના જીવનથી બહાર કરે છે. અહી અમે તમને બતાવી રહ્યા છે પૂજામાં દિવો પ્રગટાવતા પહેલા કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
1. જ્યારે પણ પૂજામાં દિવો પ્રગટાવો તો આ વાતનુ ધ્યાન રાખો કે દીવો સ્વચ્છ હોય અને ક્યા અને ક્યાથી તૂટેલો ફૂટેલો ન હોવો જોઈએ. કોઈપણ પૂજામાં તૂટેલો દીવો રાખવો વર્જિત માનવામાં આવ્યો છે.
2. દીવો પ્રગટાવતી વખતે આ વાતનુ ધ્યાન રાખો કે આ પૂજા વચ્ચે દિવો ઓલવાય નહી અને લાંબો સમય સુધી પ્રગટતો રહે. એવુ કહેવાય છે કે પૂજા વચ્ચે દીવો ઓલવાવવો જોઈએ નહી. તેને શુભ માનવામાં આવતો નથી.
3. ધાર્મિક કાર્યોમાં ફક્ત ઘી અને તેલનો દીવો જ પ્રગટાવવો જોઈએ. આ સિવાય કોઈપણ વસ્તુનો દીવો ન પ્રગટાવવો જોઈએ.
4. પૂજા દરમિયાન આ વાતનુ પણ ધ્યાન રાખો કે ઘી નો દીવો પ્રગટાવ્યા પછી તરત તેલનો દીવો ન પ્રગટાવવો જોઈએ.
5. પૂજામાં એક દિવાથી બીજો દિવો પ્રગટાવવો પણ શુભ નથી હોતો. તેથી દીવાને પ્રજવલ્લિત કરતી વખત એ આ વાતનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ.