Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hindu Dharm ઘી નો દિવો ક્યારે અને તેલનો દિવો ક્યારે લગાવવો જોઈએ, જાણો આવી જ નાની-નાની વાતો

Hindu Dharm ઘી નો દિવો ક્યારે અને તેલનો  દિવો ક્યારે લગાવવો જોઈએ, જાણો આવી જ નાની-નાની  વાતો
, બુધવાર, 14 જૂન 2017 (20:23 IST)
ઘરમાં જ્યારે પણ કોઈ પૂજા કાર્યક્રમ હોય છે તો હમેશા લોકો આ વાતને લઈને કંફ્યૂજ હોય છે કે ઘીનો દીપક ક્યાં પ્રગટાવીએ અને તેલનો દીવો ક્યાં લગાવીએ. પૂજામાં એવી કોઈ નાની-નાની જરૂરી વાત હોય છે જેનું ધ્યાન રાખવું જોઈએ અહીં એવી ખાસ 20 વાત જે પૂજામાં ધ્યાન રાખવાની હોય છે.
ઘી અને તેલ બન્નેના દીવા પ્રગટાવા જોઈએ. તેલનો દીવો ડાબી બાજુ અને  ઘી નો દીવો જમણા હાથની તરફ પ્રગટાવવો જોઈએ. 
 
પૂજા માટે અખંડિત એટલે કે આખા ચોખાનો ઉપયોગ કરો. પાણીમાં હળદર નાખી અને તેમાં ચોખાને ડૂબાડી પીળા કરો. પીળા ચોખા ચઢાવવા શુભ હોય છે. 
 
પૂજનમાં પાન પણ રાખવું. પાન સાથે ઈલાયચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ ચઢાવવું જોઈએ. પૂરુ બનાવેલું પાન ચઢાવો તો શ્રેષ્ઠ રહેશે. 

ગંગાજળ , તુલસીના પાન , બિલ્વપત્ર અને કમળ,  માત્ર આ ચાર ક્યારેય વાસી નથી ગણાતા. આથી તેમનો ઉપયોગ પૂજનમાં ક્યારે પણ કરી શકાય છે. 
webdunia
પૂજા પહેલા દેવી-દેવતાઓને આમંત્રિત કરો. તેમનુ ધ્યાન કરો. આસન આપો. સ્નાન કરાવો. ધૂપ-દીપ 
પ્રગટાવો. કંકુ , ફૂલ, પ્રસાદ ચઢાવો. 
 

ભગવાન વિષ્ણુને પીળા રંગના રેશમી કપડા ચઢાવવા જોઈએ. માતા દુર્ગા, સૂર્ય દેવ અને શ્રીગણેશને લાલ રંગના શિવજીને સફેદ વસ્ત્ર ચઢાવો. 
webdunia
પૂજામાં કુળ દેવતા, કુળ દેવી ઘરના વાસ્તુ દેવતા, ગ્રામ દેવતા વગેરેનુ પણ ધ્યાન કરવું જરૂરી છે. આ બધાની પૂજા પણ કરવી જોઈએ. 
 

પૂજનમાં આપણે જે આસન પર બેસીએ છે તેને પગથી અહીં-તહીં ખસેડવું  નહી,. આસનને હાથથી જ ખસેડવું જોઈએ. 
webdunia
જો ઘી નો એક દીવો દરરોજ ઘરમાં પ્રગટાશો તો ઘરમાં કોઈ વાસ્તુ દોષ નહી થાય. દીવાના ધુમાડાથી નકારાત્મક ઉર્જા નાશ થાય છે. 

શ્રીગણેશ, સૂર્યદેવ, દુર્ગા શિવ અને વિષ્ણુને પંચદેવ કહ્યું છે . કોઈ  પણ શુભ કામ  પહેલા આ પાંચોની પૂજા ફરજિયાત છે. 
webdunia
શિવને કેતકીના ફૂલ અને તુલસી ન ચઢાવવી જોઈ. સૂર્યની પૂજામાં અગસ્ત્યના ફૂલ ન ચઢાવું. શ્રીગણેશને તુલસી ન ચઢાવવી જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

widow Lady વિધવા સ્ત્રીઓ માટે લસણ ડુંગળી ખાવા પર પ્રતિબંધ શા માટે?