Publish Date: Wed, 20 Feb 2019 (16:33 IST)
Updated Date: Wed, 20 Feb 2019 (16:40 IST)
બુધવારને ભગવાન ગણેશની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન થઈને દુખોને હરી લે છે અને ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા શ્રીગણેશજીની પૂજા કરવામાં આવે છે. આજે અમે તમને વિધ્નહર્તા ગણેશજીના કેટલાક ઉપાય બતાવી રહ્યા છીએ જેને કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈને ધનની પ્રાપ્તિ થશે. આ ઉપાયોને બુધવારે કરવામાં આવે તો ફળની પ્રાપ્તિ જલ્દી થાય છે.