ગણપતિને કેમ ચઢાવાય છે દુર્વા ઘાસ
ભગવાન ગણેશ જીની પૂજામાં દુર્વા નામની ઘાસ કેમ ચઢાવવામાં આવે છે. શુ તમે આનુ કારણ જાણો છો.
social media
તમે જાણતા જ હશો કે પૂજા દરમિયાન ભગવાન ગણેશજીને દુર્વાની 21 ગાંઠ ચઢાવવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આવુ કરવાથી તે ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
દંતકથા અનુસાર, એક સમયે અનાલાસુર નામનો રાક્ષસ રહેતો હતો. તે રાક્ષસ સંતોને જીવતા ગળી જતો હતો.
પછી ગણેશજી જ્યારે એ રાક્ષસ અનલાસુર પાસે ગયા હતા તો તેમણે એ રાક્ષસને ગળી લીધો હતો
રાક્ષસ ગળી ગયા પછી તેમનાથી યોગ્ય રીતે પાચન ન થવાને કારણે તેમના પેટમાં તીવ્ર બળતરા થવા લાગી.
કશ્યપ ઋષિએ ગણેશજીની ગરમીને ઠંડક આપવા માટે 21 દુર્વા ઘાસ ખાવા આપી હતી.
આના કારણે ગણેશજીનો તાપ શાંત થઈ ગયો. તેથી, એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરવાથી તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.
religion
રામ મંદિરના ખોદકામમાં મળ્યા આ 8 ચોંકાવનારા પુરાવા
Follow Us on :-
રામ મંદિરના ખોદકામમાં મળ્યા આ 8 ચોંકાવનારા પુરાવા