Labh Pancham 2022 - લાભ પાંચમનુ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને મહત્વ

લાભ પાંચમ જેને સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લાભ અને સૌભાગ્ય સાથે સંકળાયેલ છે. ગુજરાતમાં દિવાળીનો તહેવાર લાભ પાંચમના દિવસે સમાપ્ત થાય છે.

webdunia

લાભ પાંચમનુ શુભ મુહુર્ત

લાભ પાંચમ 29 ઓક્ટોબર, શનિવારે સવારે 8:13 વાગ્યે શરૂ થાય છે લાભ પાંચમ રવિવારે 30 ઓક્ટોબરના રોજ સવારે 5:49 કલાકે પૂર્ણ થશે લાભ પાંચમ પૂજા મુહૂર્ત - સવારે 8:13 થી 10:13 સુધી રહેશે.

webdunia

લાભ પાંચમની પૂજા વિધિ - લાભ પાંચમનું વ્રત કરવા માટે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. તે પછી સૂર્યદેવને જળ અર્પણ કરો.

ભગવાન ગણપતિને ચંદન, સિંદૂર, અક્ષત, ધૂપ, દીવો અને દુર્વા વગેરે અર્પણ કરો.

આ પછી મા પાર્વતી અને મા લક્ષ્મીને ફૂલ વગેરે ચઢાવો. દેવી લક્ષ્મીને લાલ વસ્ત્ર, અત્તર, હળદર અને સફેદ રંગની મીઠાઈ વગેરે અર્પણ કરો

ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો, તમારી ક્ષમતા અનુસાર દાન કરો

વિવાહિત મહિલાઓએ સૌભાગ્ય મેળવવા માટે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ.

શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મીની સાથે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વેપારમાં ઇચ્છિત લાભ મળે છે.

ગુજરાતમાં દિવાળીના દિવસે પૂજા કરીને લાભ પાંચમના દિવસે ભગવાન ગણેશનુ સ્મરણ કરીને વહી ખાતા લખવાની શરૂઆત કરવામાં આવે છે.

Chhath Puja 2022 : કેવી રીતે ઉજવાય છે છઠ્ઠ પૂજા ? જાણો 7 કામ

Follow Us on :-