હિન્દૂ નવવર્ષ ગુડી પડવાની 10 મોટી વાતો

હિન્દુ નવવર્ષની શરૂઆત ગુડી પડવા એટલે કે ચૈત્ર મહિનાના પહેલા દિવસથી થાય છે. જાણો 10 વિશેષ રોચક વાતો

wd

હિન્દુ નવવર્ષની શરૂઆત ગુડી પડવા એટલે કે ચૈત્ર મહિનાના પહેલા દિવસથી થાય છે. જાણો 10 વિશેષ રોચક વાતો

ગુડી પડવાના દિવસે ઘરોની ખાસ સફાઈ કર્યા બાદ દરવાજા પર રંગોળી બનાવવામાં આવે છે.

દરવાજા પર આંબાના પાનના તોરણ બાંધવામાં આવે છે, મરાઠી મહિલાઓ ઘરની બહાર સુંદર અને આકર્ષક ગુડી લગાવે છે.

આ દિવસે વિશેષ રૂપે પુરણ પોળી અને શ્રીખંડ બનાવવામાં આવે છે. લીમડાના કુણા મોર અને ગોળનો પ્રસાદ વહેંચવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ગુડીને ઘરમાં લગાવવાથી દુષ્ટ આત્માઓ દૂર રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામ રાવણને હરાવીને અયોધ્યા પાછા ફર્યા હતા.

વિક્રમ સંવત હિન્દુ કેલેન્ડર મુજબ, ભગવાન બ્રહ્માએ આ દિવસે બ્રહ્માંડની રચના કરી હતી.

વીર મરાઠા છત્રપતિ શિવાજીજીએ યુદ્ધ જીત્યા બાદ પહેલીવાર ગુડી પડવો ઉજવ્યો હતો.

આ દિવસે આપણે દિવસની શરૂઆત કડવા લીમડાના પાન ખાઈને કરીએ છીએ. આ લોહીને શુદ્ધ કરે છે અને શરીરને મજબૂત બનાવે છે.

આ દિવસે સોનું, વાહન અથવા મકાન ખરીદવું અથવા કોઈ કાર્ય શરૂ કરવું શુભ માનવામાં આવે છે.

Holi 2023 - હોળી ક્યારે છે ? 6, 7 કે 8 માર્ચે ?

Follow Us on :-