Raksha Bandhan Indian Sweets - રક્ષા બંધન રેસિપી

બજારમાં દરેક વસ્તુમાં ભેળસેળ જોવા મળે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે મીઠાઈ આપણા હાથેથી આપણા રસોડામં જ બનાવવી. અમે રક્ષાબંધન માટે કેટલી મીઠાઈઓની લિસ્ટ તૈયાર કરી હ્હે. આ રક્ષાબંધને આ મીઠાઈઓઓથી તમારા સંબંધોમાં મીઠાસ ભરો.

social media

બેસનના લાડુ

ચણાના લોટને ઘીમાં સારી રીતે સેકવામાં આવે છે અને તેમાં દૂધ છાંટવામાં આવે છે, જેના કારણે લાડુમાં રવો પડે છે અને લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણમાંથી લાડુ બનાવવામાં આવે છે.

ચોકલેટ બરફી

આ સરળ અને ફટાફટ બનનારી ચોકલેટ બરફીથી તમારા ભાઈઓનું મોં મીઠુ બનાવો. કોકો પાઉડર અને કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરીને બનાવેલી આ ડેઝર્ટ ખૂબ જ ઝડપથી બને છે અને દરેકને પસંદ પડે છે

મિલ્ક પાવડર બરફી

10 મિનિટમાં બનનારી આ બરફી ખૂબ જ સ્વાદિષ્ટ છે. તમે તેને કોઈપણ ફ્લેવરમાં લઈ શકો છો. દૂધનો પાઉડર, ઘી અને ખાંડ એકસાથે રાંધીને તેને બરફીની જેમ જમાવવામાં આવે છે.

ચુરમા લાડુ

આ પ્રખ્યાત રાજસ્થાની મીઠાઈ બહુ ઓછી સામગ્રી સાથે બનાવી શકાય છે. ઘી, લોટ, ખાંડ દરેક ઘરમાં હંમેશા હોય છે. ચુરમા આ વસ્તુઓમાંથી જ બને છે. તેનો સ્વાદ અન્ય મીઠાઈઓ કરતા ઘણો અલગ છે.

મલાઈ લાડુ

મોઢામાં ઓગળી જાય એવા લાડુ બધાને ભાવે છે. દરેકને આ લાડુ ખૂબ જ પસંદ હોય છે. સૌથી સારી વાત એ છે કે મલાઈના લાડુ માત્ર 2 વસ્તુ સાથે અને માત્ર 15 મિનિટમાં બનાવી શકાય છે

છેના મુરકી

બંગાળની આ મીઠાઈ હવે ભૂલાય રહી છે. માવાને ખાંડની ચાસણીમાં રાંધવામાં આવે છે અને તેના પર ખાંડની ચાસણી ચઢાવાય છે. ખૂબ ઓછી સામગ્રીમાંથી બનનારી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે

ચોકલેટ કોટેડ કુકીજ

ચોકલેટ અને કુકીજ કયા બાળકને પસંદ નથી હોતી ? બંને મિક્સ કરી એક વસ્તુ બનાવવામાં આવે તો તે જરૂર બાળકોને ભાવશે. આ ખૂબ જ સહેલી મીઠાઈ છે જે નાની બહેનો ભાઈ માટે બનાવી શકે છે.

રોઝ નારિયળ લાડુ

કંડેસ્ડ મિલ્કથી બનાવવામાં આવતી આ મીઠાઈ ખૂબ સહેલી છે. આ ખૂબ જ ફટાફટ બની જાય છે. બાળકોને પણ ખૂબ ભાવે છે.

મંદિરમાં પડદો શા માટે લગાવવામાં આવે છે?

Follow Us on :-