Gujart Election 2022: ગાંધી-પટેલની કર્મભૂમિ ગુજરાતની આ છે Political History
ગુજરાતમાં ચૂંટણીનુ બ્યુગલ વાગી ચુક્યુ છે આ વખતે અહી બે ચરણોમાં ચૂંટણી થશે. આવા અવસર પર અમે તમને બતાવી રહ્યા છીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ ગુજરાતનો રાજનીતિક ઈતિહાસ શુ છે ?
webdunia
આઝાદી પહેલા, ગુજરાત બ્રિટિશ શાસિત બોમ્બે પ્રેસિડેન્સી(Bombay Presidency)નો એક ભાગ હતું. 1947 પછી, તેનો બોમ્બે રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો
webdunia
મહાગુજરાત ચળવળને કારણે, 1960 માં બોમ્બે રાજ્યનું વિભાજન થયું અને ગુજરાતનો જન્મ થયો.
webdunia
રાજ્યમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી 1960માં યોજાઈ હતી. કોંગ્રેસે 1960 થી 1975 સુધી રાજ્ય પર કબજો જમાવ્યો હતો. જીવરાજ નારાયણ મહેતા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા
webdunia
બળવંતરાય મહેતા વર્ષ 1965 સુધી સીએમ બન્યા
webdunia
આ પછી હિતેન્દ્ર દેસાઈ અને ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા
webdunia
1975 પછી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. ત્યારબાદ બાબુભાઈ પટેલ(Babubhai Patel)ના નેતૃત્વમાં ભારતીય જનસંઘ, ભારતીય લોકદળ, સમતા પાર્ટી અને કોંગ્રેસથી છેડો ફાડી કોંગ્રેસ (ઓ)એ 211 દિવસ માટે સરકાર બનાવી.
webdunia
ત્યારબાદ 1980 માં કોંગ્રેસના માધવસિંહ સોલંકીMadhav Singh Solanki) એ રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો.
webdunia
1985ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો, માધવસિંહ સોલંકીએ 182માંથી 149 બેઠકો પર જીત અપાવી
webdunia
11990ની ચૂંટણીમાં જનતા દળ અને ભાજપનું ગઠબંધન, કેશુભાઈ સીએમ બન્યા, પણ રામ મંદિરના મુદ્દે ગઠબંધન તૂટ્યુ
webdunia
1995ની ચૂંટણીમાં કેશુભાઈએ ભાજપને બમ્પર જીત અપાવી હતી, આ એ જ વર્ષ હતું જ્યારે રાજ્યના રાજકારણમાં ભાજપે ધમાકો કર્યો હતો અને રાજ્યમાં ભગવાએ રંગ જમાવ્યો હતો.