Pawan Kalyan Profile: કોણ છે પવન કલ્યાણ, જેમના વખાણ કરતા PM મોદીએ તેમને "આંધી" કહ્યા?

લોકસભા ચૂંટણી 2024 પછી NDA ગઠબંધનના સાંસદોની પ્રથમ બેઠક શુક્રવારે સંસદમાં યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના સહયોગી જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણની પ્રશંસા કરી હતી અને તેમને આંધી તરીકે ઓળખાવ્યા.

social media

પીએમ મોદીએ પવન કલ્યાણના વાળના વખાણ કર્યા અને આ પછી તેમણે કહ્યું કે આ પવન નથી પરંતુ તોફાન છે.

પવન કલ્યાણનું સાચું નામ કોનિડેલા કલ્યાણ બાબુ છે. પવન કલ્યાણ 'પાવર સ્ટાર' તરીકે ઓળખાય છે.

50 વર્ષના પવન કલ્યાણનું નામ 2013માં ફોર્બ્સ ઈન્ડિયાની 100 સેલિબ્રિટીની યાદીમાં સામેલ થયું હતું.

તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર પવન કલ્યાણે 2017માં પોતાની ફિલ્મી કરિયર છોડી દીધી હતી અને કહ્યું હતું કે તે રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

2021માં તેણે 'વકીલ સાબ' ફિલ્મથી શાનદાર કમબેક કર્યું. રિલીઝના પહેલા સપ્તાહમાં કલ્યાણની ફિલ્મ. 100 કરોડની કમાણી કરી હતી. તેના પરથી તેની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.

પવન કલ્યાણે 2024ની લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TDP સાથે ગઠબંધન કરીને 21 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો છે. તે આંધ્ર પ્રદેશમાં કિંગમેકરની ભૂમિકામાં આવ્યો છે.

પવન કલ્યાણે સેન્ટ જોસેફ ઈંગ્લિશ મીડિયમ હાઈ, નેલ્લોર, આંધ્રપ્રદેશમાં અભ્યાસ કર્યો છે. લાખો દિલો પર રાજ કરનાર પવન કલ્યાણ માત્ર હાઈસ્કૂલ સુધી જ ભણ્યો છે.

સફળ અભિનેતા અને રાજકારણી પવન કલ્યાણ માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ છે.

પવન કલ્યાણ, તેની પત્ની અને 4 બાળકોની પાસે 163 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પવન કલ્યાણ પાસે આલીશાન ઘર અને લક્ઝરી કાર છે.

T20 World Cup માં આ ખેલાડીઓએ લગાવી ફાસ્ટ હાફ સેંચુરી

Follow Us on :-