આ રહી ટ્રિક, Down થતા માર્કેટમાંથી પણ આ રીતે કમાવો પ્રોફિટ

શેરબજારમાં ઓછા ભાવ પર શેર ખરીદીને તેને ઊંચા ભાવ પર વેચવાનો અને નફો કમાવવા વિશે તો બધા જાણે છે પણ શોર્ટ સેલિંગ વિશે ઓછા લોકો જાણે છે.

social media

શોર્ટ સેલિંગમાં પહેલા શેર વેચવામાં આવે છે અને પછી તેને ઓછી કિમંત પર ખરીદવામાં આવે છે. આ રીતે વચ્ચે જે અંતર આવેઆવે એ જ તમારી કમાણી કહેવાય છે.

જે લોકો શોર્ટ સેલિંગ વિશે જાણતા નથી તેમનો પહેલો સવાલ એ જ હોય છે કે છેવટે ખરીદ્યા વગર કોઈ શેરને કેવી રીતે વેચી શકાય છે ?

ઉલ્લેખનીય છે કે ટ્રેડિંગમાં આ સુવિદ્યા બ્રોકર્સ તરફથી મળે છે. તો જ્યારે પણ તમે કોઈ શેર શોર્ટ સેલ કરો છો.. તે એક્ચુઅલી તમારા બ્રોકરની પાસેનો શેયર વેચાય છે.

માની લો તમે કોઈ શેર 1000 રૂપિયામાં વેચ્યો (sell) અને ભાવ ગબડતા તેને 800 રૂપિયામાં ખરીદ્યો (Buy). આ બંને વચ્ચે જે 200 રૂપિયાનુ અંતર આવ્યુ એ તમારી કમાણી રહેશે.

શોર્ટ સેલિંગમાં આ વાત ધ્યાનમાં રાખવી પડશે કે કૈશ માર્કેટમાં તમે શોર્ટ સેલિંગ ફક્ત ઈંટ્રાડેમાં જ કરી શકો છો. શેર વેચ્યા પછી સાંજે બજાર બંધ થતા સુધી ખરીદવાનાં હોય છે.

જો તમે આવુ નથી કરતા તો શેર બજાર બંધ થવાના થોડા સમય પહેલા તમારો બ્રોકર પોતે જ તમારા શેરને સ્ક્વાયર ઓફ કરી દેશે એટલે કે ખરીદી કરીને ઓર્ડરને સેટલ કરી દેશે.

ધ્યાન રાખજો કે તેમા નફો તો લિમિટેડ હોય છે પણ નુકશાન અનલિમિટેડ હોઈ શકે છે. આવુ એ માટે કારણ કે શેરના ભાવ વધુમાં વધુ ગબડીને 0 થઈ શકે છે. વધતા-વધતા તે ખૂબ આગળ જઈ શકે છે.

IPL ના ઈતિહાસમાં આ ટીમોએ બનાવ્યો સૌથી તગડો સ્કોર, SRH પોતાના જ સ્કોર તોડવામાં માહિર

Follow Us on :-