ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ, જાણો કોણે શુ મળ્યુ ?

આજે વિધાનસભામાં ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું નાણામંત્રી કનુભાઈ દેસાઈ લાલ પોથીની જગ્યાએ બ્લેક કલરની બ્રીફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા

social media

કનુભાઈએ જણાવ્યું હતું કે અમારા માટે સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય, રાજ્યમાં નવી 2500 બસ શરૂ કરવામાં આવશે.

ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, જેમાં 2047નો રોડમેપ નક્કી કર્યો છે. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતનાં સપનાં સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

ગત વર્ષની સરખામણીમાં 31 હજાર 444 કરોડના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે બજેટમાં 11 ટકા વધારો કરાયો છે

ગુજરાતના દરેક નાગરિક માટે LIving Well and Earning well (સારી રીતે જીવો અને સારી કમાણી કરો)ના સૂત્ર સાથે Viksit Gujarat@2047ના વિઝનને સાકાર કરવાનો ઉદ્દેશ છે.

સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા અને પોલીસને SMART Police બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવી રહેલ છે

સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની “સપનાનાં શહેર” તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને “વોક ટુ વર્ક” “લિવ-વર્ક-પ્લે કમ્યુનિટી”ની કલ્પના સાકાર થશે.

હેલ્થના બજેટમાં 32.40 ટકાનો વધારો, 108 ઈમરજન્સી ઍમ્બ્યુલન્સ માટે 76 કરોડ રૂપિયાની જોગવાઈ, નવી 319 ઍમ્બ્યુયલન્સ ઉમેરાશે

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, નમો સરસ્વતી યોજના : ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ 250 કરોડ રૂપિયાની જોગવાઈ

નમો લક્ષ્મી યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી 10 લાખ વિદ્યાર્થિનીઓને ધોરણ-9, 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15 હજાર સહાય આપવામાં આવશે

110 કિમીની રેન્જ સાથે કાઇનેટિક ઇ-લુનાનું અનાવરણ, માત્ર રૂ. 500માં બુક કરો!

Follow Us on :-