શુ હોય છે નૌતપા ?

પ્રતિવર્ષ ગ્રીષ્મ ઋતુમાં નૌતપા શરૂ થાય છે. આ નૌતપા શુ હોય છે જાણો.

webdunia

સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં 15 દિવસ માટે આવે છે તો એ પંદર દિવસના શરૂઆતના 9 દિવસ સૌથી વધુ ગરમ હોય છે.

આ જ સૌથી ગરમીવાળા શરૂઆતના 9 દિવસોને નૌતપાના નામથી ઓળખવામાં આવે છે.

જો આ નવ દિવસમાં કોઈપણ પ્રકારનો વરસાદ ન થાય અને ઠંડી હવા ન ચાલે તો એવુ કહેવાય છે કે આવનારા દિવસોમાં વરસાદ સારો પડશે.

સૂર્યની ગરમી અને રોહિણીના જળ તત્વને કારણે માનસૂન ગર્ભમાં જાય છે અને નૌતપા જ માનસૂનો ગર્ભકાળ માનવામાં આવે છે.

રોહિણી નક્ષત્ર લાગવાથી એક બાજુ જ્યા ધરતીનુ તાપમાન વધે છે તો બીજી બાજુ વાવાઝોડુ અને વાદળોનુ આવવુ પણ વધે છે.

વધુ તાપમાનને કારણે મેદાની વિસ્તારોમાં નિમ્ન દબાણનુ ક્ષેત્ર બને છે જે સમુદ્રી લહેરોને આકર્ષિત કરે છે. જેનાથી વાવાઝોડુ અને વરસાદનુ વાતાવરણ બને છે.

જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આદ્રા નક્ષત્ર શરૂ થાય છે. એ દિવસે નૌતપાની શરૂઆત અને સ્વાતિ નક્ષત્ર લાગતા સમાપ્ત થઈ જાય છે.

આ દરમિયાન જો ઉપરોક્ત 2 નક્ષત્રોમાં જે સ્થાન પર વરસાદ પડી જાય છે તો વર્ષા ઋતુમાં આ નક્ષત્રોમાં એ સ્થાન પર વરસાદ પડતો નથી.

શુ છે OMAD ડાયેટ ? જાણો તેના ફાયદા

Follow Us on :-