સંકટ સમયે કામ આવે છે આ 10 વસ્તુઓ

પ્રાચીન કાળની કેટલીક એવી વસ્તુઓ છે જે સંકટ સમયે આજે પણ કામ આવે છે.

webdunia

ફાણસ: વીજળીની કટોકટી ગમે ત્યારે ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં ફક્ત મીણબત્તીઓ, દીવા, ફાનસ અને મશાલ જ કામમાં આવે છે.

સગડી: ગેસ, સ્ટવ અને ઇલેક્ટ્રિક સ્ટવ ગમે ત્યારે સાથ છોડી શકે છે. આવામાં કામ આવે છે સગડી.

ઘંંટી, સિલબટ્ટા અને ખલબટ્ટા: અનાજ દળવા માટે નાની ઘંટી, મસાલો વાટવા માટે ખલબત્તો કે ગમે ત્યારે ઉપયોગી થઈ શકે છે.

હાથનો પંખો : સિલિંગ ફેન કે ટેબલ ફેનના અભાવમાં હાથનો પંખો આજે પણ કામની વસ્તુ છે.

કિટલી અને સુરાહી : કિટલીમાં આપ મોડા સુધી કોઈ વસ્તુ તાજી ગરમ રાખી શકો છો અને સુરાહીમા પાણી ઠંડુ સ્વચ્છ અને શીતલ બન્યુ રહે છે.

ચકમક પત્થર - જો માચીસ અથવા લાઇટર ન હોય તો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ પથ્થર. જંગલમાં ખોવાય જાવ ત્યારે આ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે.

કંપાસ : ઉત્તર અને દક્ષિણ દિશા બતાવનારો કંપાસ કે યંત્ર ખૂબ જ કામની વસ્તુ છે

ડ્રાય ફૂડ: પહેલાના લોકો ઘરમાં ખરાબ ન થાય તેવા ડ્રાય ફ્રૂટ્સ, સ્નેક્સ અથવા ખાદ્ય વસ્તુઓ રાખતા હતા. જેને તમે રાંધ્યા વિના ખાઈ શકો છો.

જરૂરી દવાઓ અને આયુર્વેદિક નુસ્ખાના પુસ્તકો: આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કર્ફ્યુ, લોકડાઉન અથવા જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે તે કામમાં આવે છે.

દંડો : તે કૂતરાઓને ભગાડવા અથવા તેના ટેકાથી ચાલવા માટે ઉપયોગી છે. આ સાથે, મલ્ટીપલ સ્ક્રુડ્રાઈવર, ડ્રીલ મશીન, ફોલ્ડિંગ સીડી અને ફોલ્ડિંગ સ્ટીક્સ પણ રાખી શકાય છે.

Benefits of Tulsi - તુલસીના 8 ચમત્કારી લાભ

Follow Us on :-