Rice Water Benfits- જાણો સ્કીન પર ચોખાનુ પાણીના ફાયદા

કોરિયન -જાપાની સ્કિન કેયર પ્રોડ્ક્ટસમાં ચોખા વાપરીએ છે પણ તેના વધારે ઉપયોગના સાઈડ ઈફેક્ટ પણ છે. ચાલો જાણીએ તેના ફાયદા

webdunia

ચોખાનુ પાણી ન માત્ર વાળ માટે પણ ત્વચાને નિખારવા માટે પણ સ્કિન કેયરનુ કામ કરે છે.

ચોખાનુ પાણી અમીનો એસિડ, એન્ટીઑકિસડન્ટો અને ખનિજોથી સમૃદ્ધ છે જે વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમી કરે છે.

સાથે જ ચોખાના પાણીથી ટેનિંગ, ડાઘ -ધબ્બા અને સનબર્નની પરેશાનીથી પણ છુટકારો મળી જાય છે.

આ પાણીને બનાવવા માટે એક કપ ચોખાનુ પાણીને ઓછામાં ઓછા અડધા કલાક પલાળીને રાખો.

તમે સફેદ ચોખા જ નહી પણ તમે લાલ ચોખા, બ્રાઉન ચોખા અથવા બાસમતી ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો.

ચોખાને વધારે પાણી નાખીને રાંધો અને રાંધ્યા પછી તેના પાણીને ફેંકવાની જગ્યા એક વાસણમાં કાઢી લો.

ટોનરની જેમ ચોખાનુ પાણી લગાવવા માટે તેને રૂ માં લઈને ચેહરા પર લગાવો. થોડીવાર પછી ચેહરો ધોઈ શકો છો.

ચણાના લોટમાં ચોખાનુ પાણી મિક્સ કરી લગાવવાથી ચેહરાના ડાઘ હળવા થઈ જશે. તેને ફેસ પેકની રીતે વાપરો.

નેચરલ ગ્લો માટે ચોખાના પાણીમાંથી આઈસ ક્યુબ બનાવો, તેનાથી આંખોમાં સોજા અને ડાઘની સમસ્યા ઓછી થાય છે.

Cashew nuts benefits - કાજુને દૂધમાં પલાળીને ખાવાના ફાયદા

Follow Us on :-