શાકભાજી તાજી રાખવા માટે શું કરવુ ?

શાકભાજીને રેફ્રિજરેટર વિના પણ તાજી રાખી શકાય છે, ફક્ત તેને તાજી રાખવા માટે તેને ગેસ અથવા સૂર્યપ્રકાશથી દૂર રાખો. અમે તમને કેટલીક સરળ ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે શાકભાજીને લાંબા સમય સુધી રેફ્રિજરેટર વગર પણ ફ્રેશ રાખી શકો છો.

wd

લીલા શાકભાજીને હંમેશા ફેલાવીને રાખો, આનાથી શાકભાજી લાંબા સમય સુધી તાજા રહેશે.

ટોપલીમાં શાકભાજીને એક બીજા ઉપર ન રાખો.

કાકડી, કેપ્સિકમ, સરગવો, રીંગણ વગેરે શાકભાજીને વધુ સમય તાજા રાખવા માટે ભીના સુતરાઉ કપડામાં લપેટીને મુકો.

કાચા બટાકાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને લસણ સાથે મુકો, આ તેમને ઝડપથી બગડતા અટકાવશે.

ગાજરને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને ઉપરથી કાપીને એર ટાઇટ કન્ટેનરમાં મુકો. આવું કરવાથી ગાજર ઘણા દિવસો સુધી તાજા રહે છે

મીઠા લીમડાના પાન હંમેશા તેલમાં તળીને મુકવા. આ રીતે તેને એક અઠવાડિયા સુધી તાજા રાખી શકાય અને ધ્યાન રાખો કે આ પાન એર ટાઇટ કન્ટેનરમાં મુકો

ટામેટાંને તાજા રાખવા માટે, તેને પ્લાસ્ટિકની થેલીમાં મુકો અને થેલીમાં નાના છિદ્રો કરો.

તમે આદુને કોઈ કુંડામાં માટીની નીચે દબાવીને સ્ટોર કરીને મૂકી શકો છો. તેનાથી આદુ તાજો રહે છે.

Monsoon Food- ચોમાસામાં ખાવાની આ વસ્તુઓની માંગ વધી જાય છે

Follow Us on :-