ઉનાળામાં ડુંગળીના 10 પ્રયોગ

ગરમીમાં ડુંગળીને ખાવામા અને તેના અન્ય ઉપયોગના લાભ જાણીને તમે ચોકી જશો.

webdunia

જ્યારે તમે ક્યાંક બહાર ફરવા જાઓ ત્યારે તમારી સાથે નાની ડુંગળી રાખવાથી તમે હીટસ્ટ્રોકથી બચી શકો છો.

ડુંગળીને ઝીણી વાટીને પાણીમાં નાખો અને આ પાણીમાં પગ મુકીને બેસી જાવ. જેના કારણે શરીરમાં વધેલી ગરમી અને હીટ સ્ટ્રોક ઓછો થશે.

માથામાં ગરમી હોય તો ડુંગળીનો રસ વાળમાં લગાવો અને 1 કલાક પછી વાળ ધોઈ લો.

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડુંગળી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન-સી હોય છે.

ડુંગળીના સેવનથી શરીરમાં પાચક રસનો પ્રવાહ વધે છે, જે ખોરાકના પાચનમાં મદદ કરે છે.

કેન્સર જેવી બીમારીઓથી બચવા માટે ડુંગળી એક ઉત્તમ દવા છે. તે એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે અને તેમાં વિટામિન સી પણ છે.

શ્વાસ સંબંધી રોગ અને આર્થરાઈટીસની સારવારમાં પણ ડુંગળીનો ઉપયોગ થાય છે. શેકેલી ડુંગળી ખાવાથી ફાયદો થાય છે.

ડુંગળીને રાઈમાં તળીને તેનો રસ કાઢો. હવે આ હુંફાળા રસને કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. આ પ્રયોગ ડૉક્ટરની સલાહ પર કરો.

મહિલાઓમાં માસિક ધર્મ સંબંધિત સમસ્યા હોય તો ડુંગળીના રસમાં મધ મિક્સ કરીને સેવન કરવાથી ફાયદો થાય છે.

ડુંગળીનો રસ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. ચામડીના રોગોમાં ડુંગળીનો રસ બરોળ અથવા અળસીના તેલમાં ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે

ઘરમાંથી ખાલી પેટ બહાર ન નીકળશો, નહી તો થશે 11 નુકશાન

Follow Us on :-