તમારી અંદર સવારે જો આ લક્ષણો દેખાય તો તે ડાયાબિટીસ હોઈ શકે છે

ડાયાબિટીસ એક સાયલન્ટ કિલર છે જે ધીમે ધીમે શરીરને બગાડે છે, જો તમને ડાયાબિટીસ હોય તો તમે આ લક્ષણો જોઈ શકો છો

social media

ડાયાબિટીસ કોઈપણ ઉંમરે થઈ શકે છે પરંતુ કિશોરો, યુવાનો અને બાળકોમાં ટાઈપ 1 ડાયાબિટીસનું જોખમવધારે છે.

શરીરમાં ઈન્સ્યુલિનની ઉણપને કારણે શુગર લેવલ વધવા લાગે છે જેના કારણે શરીરના અન્ય અંગો પ્રભાવિત થાય છે.

જો તમે સવારે વહેલા ઉઠો છો અને તમારું મોઢું ખૂબ જ શુષ્ક થઈ જાય છે અથવા તમને ખૂબ તરસ લાગે છે તો તે ડાયાબિટીસનું લક્ષણ છે

જો તમને નિયમિતપણે સવારે ઊબકા આવે છે, તો તે ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે.

નિષ્ણાતોના મતે, જો તમે ગર્ભવતી નથી અને તમને સવારે ઉલટી જેવું થાય તો તો તે ડાયાબિટીક કીટોએસિડોસિસનું કારણ હોઈ શકે છે.

જો તમે સવારે તમારી આંખો ખોલો અને કંઈપણ ઝાંખું દેખાય તો તેનો અર્થ એ નથી કે તમારી આંખો નબળી છે.

ઉલ્લેખનિય છે કે હાઈ બ્લડ શુગર આંખોના લેન્સને મોટા કરી દે છે, તેથી તમે યોગ્ય રીતે જોઈ શકતા નથી.

જો બ્લડ શુગર લેવલ ઓછું હોય તો હાથ ધ્રૂજવા, ભૂખ લાગવી અને પરસેવો થવો જેવા લક્ષણો દેખાઈ શકે છે.

જો તમને આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.

How to Reduce Arm Fat - હાથની ચરબી ઘટાડવા માટે કરો આ કામ

Follow Us on :-