હાલમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે' એ રિલીજ થવાના પહેલા જ દિવસ બંપર કલેક્શન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળે છે.
social media
ગુજરાતી સિનેમાની ફિલ્મ ' ફકત મહિલાઓ માટે'એ ઓપનિંગ ડે પર નવો રેકોર્ડ બનાવ્યો છે.
ગુજરાતી સિનેમાની ફિલ્મ ' ફકત મહિલાઓ માટે'એ ઓપનિંગ ડે પર નવો રેકોર્ડ બનાવ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ફકત મહિલાઓ માટેએ ઓપનિંગ ડે પર એક કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે.
વર્ષ 2022માં પ્રથમ દિવસે આટલી કમાણી કરનાર આ પહેલી ગુજરાતી ફિલ્મ છે.
'ફકત મહિલાઓ માટે'નું નિર્દેશન જય બોદાસ દ્વારા કરવામાં આવ્યું છે.
આમાં યશ સોની અને દીક્ષા જોષીએ મુખ્ય પાત્રો ભજવ્યા છે.
આ ફિલ્મ 28 વર્ષના યુવક ચિંતન પરીખ પર આધારિત છે.
આ ફિલ્મ દ્વારા અમિતાભ બચ્ચને ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું છે. આ ફિલ્મમાં બિગ બી કેમિયો રોલમાં જોવા મળ્યો છે.