Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

બોરસદમાં આભ ફાટ્યુ, ગાજવીજ સાથે 11 ઈંચ વરસાદ

આણંદ જિલ્લામાં ગુરુવારની રાત્રે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો હતો. આ વખતે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના બોરસદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે આભ ફાટ્યું હોય એમ સમગ્ર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી તેમજ 11 જેટલાં પશુનાં મોત પણ થયાં હતાં. બોરસદમાં પડેલા ભારે વરસાદને કારણે એક શખસનું મોત પણ થયું છે. કસારી ગામે તળાવમાં સ્લિપ થતાં કુણાલ ઉર્ફે સંજુ લાલભાઈ પટેલનું મોત થયું છે. #gujaratinews #rainingujarat #anandnews