Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશની ૧૮ વિવિધ સરહદો ઉપર ફરજ બજાવતા જવાનોની રક્ષા માટે રાખડી મોકલવાશે

Webdunia
શુક્રવાર, 31 જુલાઈ 2020 (15:49 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઉપક્રમે રક્ષબંધનના પર્વ નિમિત્તે “મા ભોમની રક્ષા” કાજે ૨૪ કલાક ૩૬૫ દિવસ પોતાના જીવના જોખમે સરહદો ઉપર ફરજ બજાવતાં આપણા જાંબાજ જવાનોના રક્ષણ માટે અને તેમનું મનોબળ વધારવાના હેતુથી “પહેલી રાખી દેશપ્રેમ કી” દ્વારા ગુજરાતના ૧૮,૫૦૦થી વધુ ગામોમાંથી બહેનો દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી છે. 
 
ગુજરાતના ગામોમાંથી બહેનો દ્વારા સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો માટે તૈયાર કરેલી અંદાજે ૨૧,૧૦૦થી વધુ રાખડીઓ અને વિજયસૂત્રનો સંદેશ આજે રાજ્યના સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના હોદ્દેદારો દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને અર્પણ કરવામાં આવ્યો હતો. બજારમાંથી ખરીદીને નહીં પણ ગુજરાતના ૧૮,૫૦૦થી વધુ ગામડાની બહેનો દ્વારા તૈયાર કરાયેલ આ રાખડી અને પોતાની લોકભાષામાં લખેલા વિજયસૂત્રના સંદેશને ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દેશની વિવિધ ૧૮ સરહદો ઉપર ફરજ બજાવતાં જવાનોને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા મોકલી આપવામાં આવી છે. 
 
ગુજરાતના ૧૮,૫૦૦થી વધુ ગામની બહેનો દ્વારા બજારમાંથી ખરીદીને નહીં પણ પોતાના હાથે બનાવેલી રાખડી અને પોતાની લોકભાષામાં લખેલા વિજયસૂત્ર સંદેશને મુખ્યમંત્રી દ્વારા કચ્છ, ઊરી, જેસલમેર, સિયાચીન, ગલવાન અને બનાસકાંઠા સરહદે ફરજ બજાવતાં BSFના જવાનોને જામનગર, ભૂજ, પઠાણકોટ, નલિયા, શ્રીનગર અને મકરપુરા ખાતે ફરજ બજાવતા ભારતીય વાયુ દળના જવાનોને તેમજ ઓખા, પોરબંદર, મુંબઈ, લક્ષદ્વીપ, વિશાખાપટ્ટનમ અને આંદામાન-નિકોબાર ખાતે ફરજ બજાવતાં નૌકાદળના એમ ૧૮ સરહદી સ્થાનો ઉપર જવાનોને આ રાખડી અને વિજયસૂત્ર સંદેશ મોકલી આપવામાં આવ્યો છે. 
 
આ “પહેલી રાખી દેશપ્રેમ કી” અંતર્ગત રાખડી અને વિજયસૂત્ર સંદેશ એકત્રિત કરવા માટે સવામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવિધ આઠ ઝોન નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગિરસોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ એમ કુલ ૩૨ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 
આ રાખડી અને વિજયસૂત્ર સંદેશ અર્પણ પ્રસંગે ગાંધીનગર ખાતે શ્રીમતી અંજલિબેન રૂપાણી તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના હોદ્દેદાર – યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 5 યુવકોના મોત

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ… હુમલા પર સૌરભ ભારદ્વાજે શું કહ્યું

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

આગળનો લેખ
Show comments