Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એકતા કપૂરની નાગિન 3માં સુરભિ જ્યોતિના કેરેક્ટરને લઈને એક મોટો Twist

એકતા કપૂરની નાગિન 3માં સુરભિ જ્યોતિના કેરેક્ટરને લઈને એક મોટો Twist
મુંબઈ. , શુક્રવાર, 18 મે 2018 (16:59 IST)
એકતા કપૂરની નાગિન 3માં સુરભિ જ્યોતિ પણ છે. જેમને અગાઉના શો માં દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો. હવે આ શો માં તે એકદમ નવા અવતારમાં જોવા મળશે. આ વિશે સુરભિ વાત કરતા કહે છે કે દરેક એક્ટરની ઈચ્છા હોય છે કે તે બાલાજી પ્રોડક્શંસ સાથે કામ કરે.  તેને જ્યારે નાગિન 3માં રોલ ઓફર થયો હતો તો તે થોડી નવાઈ પામી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ મૉનીએ આ પાત્ર ભજવ્યુ હતુ. 
webdunia
તે કહે છેકે આ સાચુ છે કે શરૂઆતમાં તેમને કોંસેપ્ટને લઈને થોડુ કંફ્યોજન જરૂર થયુ હતુ. પણ પછી તેણે અનુભવ્યુ કે ટીવી પર લોકો તેને જોવુ પસંદ કરે છે. તેથી મારે આ પાત્ર કરવુ જોઈએ. શુ આ વાતથી તે પરિચિત છે કે લોકો તેની તુલના મૉની રૉય સાથે કરશે.  જે વિશે સુરભિ કહે છે કે તે આ વાતથી વાકેફ છે પણ તેની પોતાની એ કોશિશ છેકે તે પોતાનુ 100 ટકા આપવાની કોશિશ કરશે.  ટીવી પર હંમેશાથી નાગિનને પસંદ કરવામાં આવી છે. સુરભિ કહે છેકે આ મોટી વાત છે કે દર્શક આજે પણ આ પ્રકારના શો જોવુ પસંદ કરી રહ્યા છે.  પણ આ શો સાથે જોડાયેલ એક મહત્વની વાત સુરભિએ જણાવી છે કે શો માં તેના કેરેક્ટરનુ નામ બેલા હશે. તેના કેરેક્ટરના પિતા ખેડૂઓત છે જે કર્જમાં ડૂબેલા હોય છે અને બેલા તેમને એ પરેશાનીમાંથી કાઢવામાં મદદ કરે છે.  જે માટે તેને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે. 
webdunia
સુરભિએ એ સ્પષ્ટ કહ્યુ છે કે તે અત્યારથી એ વાતનો ખુલાસો નહી કર કે તે શો માં નાગિન બનીને આવશે કે  નહી.  તેમણે કહ્યુ કે આ દર્શકો માટે સરપ્રાઈઝ રહેશે.  મેકર્સ દ્વારા પણ તેમના કેરેક્ટર વિશે વધુ માહિતી નથી આપવામાં આવી અન સુરભિને આ વાતથી પણ રાહત છે કે દર્શક ખુદ શો જોઈને તેની મજા લે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Race 3 Trailer- રેસ 3 ટ્રેલર ચિંતામાં સલમાન ખાન