Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અપાર ધન-સંપત્તિ, પ્રસિદ્ધિ માટે સિદ્ધ હનુમાન યજ્ઞ, જાણો સંપૂર્ણ વિધિ

અપાર ધન-સંપત્તિ, પ્રસિદ્ધિ માટે સિદ્ધ હનુમાન યજ્ઞ, જાણો સંપૂર્ણ વિધિ
, મંગળવાર, 21 માર્ચ 2017 (10:01 IST)
કળયુગમાં સૌથી લોકપ્રિય દેવતાઓમાંથી એક છે બજરંગબલી. શ્રી હનુમાન એટલા સિદ્ધ હતા કે તેમની જરૂર શ્રીરામ અને શ્રીકૃષ્ણને પણ પડી હતી.  મા સીતાની શોધથી લઈને રાવણ વધ સુધી શ્રી હનુમાને ભગવાન શ્રીરામની મદદ કરી હતી તો મહાભારતમાં પણ હનુમાનજીના પરાક્રમોની ગાથાઓ મળે છે. 
 
પ્રાચીનકાળથી જ સિદ્ધ હનુમાન યજ્ઞને બધા પ્રકારની પીડાથી મુક્તિ અપાવનારા અપાર ધન સંપત્તિ અને વિજય પ્રસિદ્ધિ પ્રાપ્તિના ચમત્કારિક ઉપાયના રૂપમાં માનવામાં આવે છે. 
 
પ્રકાંડ પંડિત પણ માને છે કે હનુમાન યજ્ઞમાં એટલી શક્તિ છે કેજો વિધિપૂર્વક યજ્ઞને કરી લેવામાં આવે તો આ વ્યક્તિની દરેક મનોકામનાને પૂર્ણ કરી શકે છે. એવુ કહેવાય છેકે જે પણ જાતક હનુમાન યજ્ઞના માધ્યમથી હનુમાનજીની પૂજા કરે છે તેના જીવનના બધા સંકટો પર વિજય મળે છે અને બધી સમાસ્યાઓ ચોક્કસ રૂપે સમાપ્ત થઈ જાય છે. 
 
પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે ભારતીય રાજા-મહારાજા યુદ્ધમાં જતા પહેલા હનુમાન યજ્ઞનુ આયોજન જરૂર કરતા હતા. જો કે આ યજ્ઞમાં કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ અતિ આવશ્યક છે. 
 
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ યજ્ઞને દરેક કોઈ નથી કરાવી શકતુ. સિદ્ધ હનુમાન યજ્ઞના પ્રતિષ્ઠાન અને પૂર્ણ કરવા માટે એક સિદ્ધ બ્રાહ્મણ/પંડિતની જરૂર હોય છે. તેને પૂર્વ વિધિવિધાનથી કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. 
 
એવી રીતે થાય છે આ સિદ્ધ યજ્ઞ - આ યજ્ઞમાં હનુમાનજીનું મંત્રો દ્વારા સ્મરણ કરવામાં આવે છે.   આ ઉપરાંત અન્ય દેવતાઓની આરાધના પણ આ યજ્ઞમાં કરવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ યજ્ઞમાં જેવુ જ ભગવાન શ્રીરામનું સ્મરણ કરવામાં આવે છે તો આ વાતથી પ્રસન્ન થઈને હનુમાનજી યજ્ઞસ્થળ પર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે વિરાજમાન થઈ જાય છે. 
 
સિદ્ધ હનુમાન યજ્ઞ માટે જરૂરી વસ્તુઓ - લાલ ફૂલ, નાળાછડી, કલાવા, હવન કુંડ, હવનની લાકડીઓ, ગંગાજળ, એક જળનો લોટો, પંચામૃત, લાલ લંગોટ, 5 પ્રકારના ફળ, પૂજા સામગ્રીની સમગ્ર યાદી યજ્ઞ પહેલા જ તૈયાર થવી જોઈએ અને એકવાર કોઈ સિદ્ધ બ્રાહ્મણ સાથે ચર્ચા કરવી જોઈએ. 
 
 
શુભ દિવસ - હનુમાન યજ્ઞ માટે મંગળવારનો દિવસ ખૂબ શુભ માનવામાં અવે છે. આ યજ્ઞને એક બ્રાહ્મણની મદદથી વિધિપૂર્વક પૂર્ણ કરાવી શકાય છે. 
 
પૂજન વિધિ - હનુમાનજી એક પ્રતિમાને ઘરના સ્વચ્છ સ્થાન કે ઘરના મંદિરમાં સ્થાપિત કરો અને પૂજન કરતી વખતે આસન પર પૂર્વ દિશાની તરફ મોઢુ કરીને બેસી જાવ. ત્યારબાદ હાથમાં ચોખા અને ફૂલ લો અને આ મંત્ર દ્વારા હનુમાનજીનુ સ્મરણ કરો. 
 
આ મંત્રનું કરો ધ્યાન - 
 
अतुलितबलधामं हेमशैलाभदेहं,
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यं।
सकलगुणनिधानं वानराणामधीशं,
रघुपतिप्रियभक्तं वातजातं नमामि।।
ॐ हनुमते नम: ध्यानार्थे पुष्पाणि सर्मपयामि।।
 
હવે હાથમાં લીધેલા ચોખા અને ફૂલ હનુમાનજીને અર્પિત કરી દો.  ત્યારબાદ આ મંત્રોનુ ઉચ્ચારણ કરતા હનુમાનજી સામે કોઈ વાસણ અથવા ભૂમિ પર 3 વાર પાણી છોડો અને નિમ્ન મંત્રનો જાપ કરો. 
 
ॐ हनुमते नम:, पाद्यं समर्पयामि।।
अर्ध्यं समर्पयामि, आचमनीयं समर्पयामि।।
 
ત્યારબાદ હનુમાનજીની ગંધ, સિન્દૂર, કંકુ,  ચોખા, ફૂલ અને હાર અર્પિત કરો. ત્યારબાદ હનુમાન ચાલીસાનુ ઓછામાં ઓછુ 5 વાર જાપ કરો. 
 
સૌથી અંતમાં ઘી ના દિવા સાથે હનુમાનજીની આરતી કરો. આ રીતે આ યજ્ઞ અને નિરંતર ઘરમાં આ રીતે કરવામાં આવેલ પૂજન હનુમાનજીને પ્રસન્ન કરે છે અને બધી મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.  


શ્રીરામાનુજ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રસ્તા પર લીંબૂ મરચા પર પગ નહી મૂકવા જોઈએ , જાણો શા માટે ?