Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CWG 2018: સિદ્ધૂએ નિશાનેબાજીમાં ભારતને અપાવ્યો ત્રીજો Gold, પતિ ગળે ભેટી પડ્યા

CWG 2018:  સિદ્ધૂએ નિશાનેબાજીમાં ભારતને અપાવ્યો ત્રીજો Gold, પતિ ગળે ભેટી પડ્યા
, મંગળવાર, 10 એપ્રિલ 2018 (13:22 IST)
નિશાનેબાજ હિના સિદ્ધૂએ મંગળવારે અહી 21માં રાષ્ટ્રમંડળ રમતમાં મહિલાઓની 25 મીટર પિસ્ટલ નિશાનેબાજી સ્પર્ધામાં રાષ્ટ્રમંડળ રમતનો રેકોર્ડ બનાવવાની સાથે સુવર્ણ પદક પોતાને નામ કરી લીધો. 28 વર્ષની હિના માટે આ ગોલ્ડ કોસ્ટ રમતમાં બીજો પદક છે. તેના એક દિવસ પહેલા તેને 10 મીટર એયર પિસ્ટલ સ્પર્ધામાં રજત પદક જીત્યો હતો. 
 
હીનાનો રાષ્ટ્રમંડળ રમતમાં આ કુલ ચોથો પદક પણ છે. હિના ઓસ્ટ્રેલિયાની એલીના ગાલિયાબોવિચ કરતા 3 અંક આગળ રહી જેણે 25 અંક સાથે રજત પદક મળ્યો. મલેશિયાની આલિયા સજાના અજાહીએ 26 અંક સાથે કાંસ્ય પદક જીત્યો. 
 
ન્યૂઝ હાઈલાઈટ્સ 
- ફાઈનલમાં રાષ્ટ્રમંડળ રમતનો રેકોર્ડ બનાવતા 38 અંક સાથે પ્રથમ સ્થાન મેળવ્યુ. 
- ભારતે નિશાનેબાજીમાં અત્યાર સુધી આઠ પદક જીત્યા છે. 
- પદક જીતનારાઓમાં જીતૂ રાય, મનુ ભાકર, હિના સિદ્ધૂના સુવર્ણ પદકનો સમાવેશ છે. 
 
પતિ પાસેથી લઈ રહી છે કોચિંગ 
 
પોતાના પતિ રોનક પંડિટ પાસેથી કોચિંગ લઈ રહેલી હિનાની ફાઈનલમાં શરૂઆત સારી નહોતી રહી અને તે ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીથી પાંચવી સીરિકાના પહેલા સુધી પાછળ રહી. હીનાએ પણ કમબેક કર્યુ અનેપ આંચમી અને છઠ્ઠી સીરિકામાં બઢત બનાવી. તેણે પછી ફાઈનલ સીરિકામાં ગાલિયાબોવિચ પર બે અંકની બઢત સાથે શરૂઆત કરી અને ચાર અંક લેવા સાથે જ પોતાનો ગોલ્ડ પાક્કો કરી લીધો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમઃ સરકારનો દાવો