પીપોદરા પાસે એક ગમ્ખવાર અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત નિપજ્યા હતા. એક બાઇક પર બેસીને ત્રણેય યુવાનો જઇ રહ્યા હતા ત્યારે આઇશરે બાઇકને અડફેટે ચડાવ્યું હતું. જો કે આઇશર ચાલક અકસ્માત બાદ ભાગી છુટ્યો હતો. હાલ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર
પીપોદરા નજીક અમદાવાદ મુંબઇ હાઇવે -8 પર હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા.
ત્રણ યુવાનો પોતાની બાઇક પર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે એક આઇસર ટેમ્પોએ અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય યુવાનોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટના બાદ આઇસર ટેમ્પો લઇને ફરાર થઇ ગયો હતો. ત્રણેય મૃતક યુવાનો મુળ રાજસ્થાનનાં બિકાનેર તથા જોધપુરનાં હોવાની માહિતી મળી રહી છે. પીપોદરા નજીક આવેલી બંસીધર મિલમાં ત્રણેય યુવાનો કામ કરતા હતા. હાલ તો પોલીસે ત્રણેયનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધીયને તપાસ આદરી છે. જ્યારે તેનાં પરિવારજનોનો સંપર્ક કરીને તેમને બોલાવવા માટેની તપાસ પણ આદરી છે. હાલ કંપનીનાં માલિકે તમામ કાર્યવાહીમાં પોલીસને સહકાર આપ્યો હતો. હાલ પોલીસે આસપાસનાં વિસ્તારમાં ક્યાંય સીસીટીવી હોય તો તેનાં ફૂટેજ મેળવવા માટેનાં પ્રયાસો હાથ ધર્યા છે.