ટેલીકોમ કંપની Jioના માર્કેટમાં બે વર્ષ પહેલા આવ્યા પછીથી જ એક રીતે ડેટા વોર છેડાય ગયુ. ત્યારબાદ અન્ય કંપનીઓએ ડેટાની કિમંતો ઓછી કરતા કોલિંગ મફત કરી નાખ્યુ. છેલ્લા બે વર્ષમાં ટેલીકોમ ઈંડસ્ટ્રીમાં ખૂબ ફેરફાર આવ્યો છે.
રિલાયંસ જિયો (Reliance Jio) સમય સમય પર નવા પ્લાન્સ રજુ કરતુ રહ્યુ છે. તાજેતર માં જ દિવાળીના અવસર પર Jioએ એક એવો પ્લાન રજુ કર્યો હતો જે યૂઝર્સ માટે ખૂબ શાનદાર હતો. આ પ્લાન હજુ પણ વેલિડ છે. આ પ્લાનનુ નામ કંપનીએ જિયો દિવાલી ધમાકા (Jio Diwali Dhamaka) રાખ્યુ છે.
Jio ના આ પ્લાનમાં તમને પૂરા 100 ટકાનુ કેશબેક આપવામાં આવી રહ્યુ છે. તેની કિમંત 1699 રૂપિયા છે. તેમા એક વર્ષ સુધી ઈંટરનેટ અને કોલિંગ મફત આપવામાં આવીરહ્યુ છે. કંપનીનુ કહેવુ છે કે આ દિવાળીથી લઈને આગામી દિવાળી સુધી પ્લાનનો ઉપયોગ કરો. જિયોએ આ પ્લાનમાં યૂઝર્સને રોજ દોઢ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ રીતે કુલ ડેટા 547.5 જીબી થઈ જશે.
કંપનેનીએ વેબસાઈટ jio.com મુજબ જે પણ યૂઝર Jio 1699 Planનુ રિચાર્જ કરાવે છે. તેને 100% કેશબેક આપવામાં આવશે. એટલુ જ નહી 149 રૂપિયાથી પણ વધુના પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને દિવાળી હેઠળ 100% કેશબેક આપવામાં આવી રહ્યુ છે. આ કેશબેક તમને રિલાયંસ ડિઝિટલ કુપંસના રૂપમાં મળશે.